Not Set/ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Ban, ગૃહયુદ્ધ તરફ વધી રહ્યો છે દેશ

પાકિસ્તાનથી અત્યારનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાને શુક્રવારે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફેસબુક, ટ્વિટર, ટિકટોક, વ્હોટ્સએપ અને યુટ્યુબ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.

Top Stories World
a 230 પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર Ban, ગૃહયુદ્ધ તરફ વધી રહ્યો છે દેશ

પાકિસ્તાનથી અત્યારનાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઇએ કે, પાકિસ્તાને શુક્રવારે સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી ફેસબુક, ટ્વિટર, ટિકટોક, વ્હોટ્સએપ અને યુટ્યુબ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. બપોરનાં 4 વાગ્યા પછીથી, આ સેવાઓ પહેલાની જેમ ફરીથી કામ કરવાનું શરૂ કરશે.

સાવધાન! / વેક્સિન લીધા બાદ સેક્સ લાઇફમાં રાખો સાવધાની, એક્સપર્ટે આપી સલાહ

દેશમાં આંતરિક કાયદો અને વ્યવસ્થા જાળવવા સરકારે આ નિર્ણય લીધો હોવાનુ સામે આવી રહ્યુ છે. તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન પર પ્રતિબંધ લગવવાનાં એક દિવસ બાદ ઇમરાન સરકારે આ પગલું ભર્યું છે. એટલું જ નહીં, પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA) એ તમામ ટીવી ચેનલો પર પ્રતિબંધિત સંગઠનનાં કોઈપણ કવરેજ પર પ્રતિબંધ મૂક્યો છે. સુરક્ષા દળોને ડર છે કે શુક્રવારની નમાઝ બાદ TLP દેશભરમાં ભારે હિંસક વિરોધ પ્રદર્શન કરી શકે છે. જણાવી દઇએ કે, ઇમરાન ખાનની સરકાર દેશનાં કટ્ટરપંથીઓ સામે ઘૂંટણીયે આવી ગઇ છે. સોશિયલ મીડિયા પર આવા અનેકો વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં પાકિસ્તાની પોલીસ એક ધમાલ મચાવનાર ટોળાને શરણે થઇ જતી દેખાઇ રહી છે. હિંસાથી સૌથી વધુ અસરગ્રસ્ત શહેરોમાં લાહોર, કરાચી અને ઇસ્લામાબાદ શામેલ છે. હિંસક વિરોધ પ્રદર્શન કરનાર કટ્ટરપંથી સંગઠન તેહરીક-એ-લબ્બૈક પાકિસ્તાન (ટીએલપી) નાં વડા સાદ રિઝવીની પોલીસે ધરપકડ કરી લીધી છે.

Shocking / ધંધામાં થયુ નુકસાન તો પત્નીને દોસ્તો સાથે શારીરિક સંબંધો બાંધવા કરી મજબૂર

ગૃહમંત્રાલયે તેના જાહેરનામામાં જણાવ્યું છે કે, સરકાર પાસે મજબૂત પુરાવા છે કે ટીએલપી “આતંકવાદમાં સામેલ છે અને પૂર્વાગ્રહ રીતે કામ કરે છે અને તે દેશની શાંતિ અને સલામતી માટે એક પડકાર છે”. એવું પણ કહેવામાં આવે છે કે આ સંસ્થા લોકોને ડરાવી રહી છે, લોકોને ઇજા પહોંચાડી રહી છે અને કાયદાકીય એજન્સીઓથી જોડાયેલા લોકોને ધમકી આપી રહી છે. ટી.એલ.પી. પર આતંકવાદ વિરોધી કાયદા, 1997 ની કલમ 11 બી (1) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદા હેઠળ સરકાર આતંકવાદમાં સામેલ સંગઠનો પર પ્રતિબંધ લગાવી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાનનાં ગૃહ પ્રધાન શેખ રાશિદે બુધવારે TLP પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. આ પછી વડા પ્રધાન ઇમરાન ખાને પણ તેમના આદેશને મંજૂરી આપી હતી. તદઉપરાંત, ધાર્મિક જૂથ દ્વારા કરવામાં આવેલા હિંસક પ્રદર્શનમાં બે પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા અને સુરક્ષા દળોનાં 30 વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ