CA Exam/ CAની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, વર્ષમાં 3 વખત લેવાશે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા

CAની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. CAની પરીક્ષા હવે 1 વર્ષમાં 3 વખત લેવામાં આવશે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 20T141331.556 CAની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય, વર્ષમાં 3 વખત લેવાશે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમીડિયેટની પરીક્ષા

CAની પરીક્ષાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. CAની પરીક્ષા હવે 1 વર્ષમાં 3 વખત લેવામાં આવશે. કેન્દ્રીય નાણાંમંત્રી સાથે GCCIસંવાદમાં ICAI ચેરમેન અનિકેત તલાટીએ માહિતી આપતા જણાવ્યું કે પરીક્ષાર્થીઓની સંખ્યા વધતા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે ગુજરાત મુલાકાતે છે. દરમ્યાન GCCI (ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના વેપારીઓ અને ICAIના ચાર્ટડ એકાઉન્ટસ સાથે ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે CA ફાઉન્ડેશન અને ઇન્ટરમિડિયેટની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવતી હોય છે. મે મહિનામાં અને નવેમ્બર મહિનામાં CAની પરીક્ષા લેવાય છે. હવે બે વખત લેવાતી આ પરીક્ષા વર્ષમાં ત્રણ વખત લેવામાં આવશે. GCCIના એક કાર્યક્રમમાં ICAI (ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓપ ઇન્ડિયા)ના ચેરમેન અનિકેત તલાટીએ આ માહિતી આપી. આ કાર્યક્રમમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ હાજરી આપી હતી. નિર્મલા સીતારમણના CAના નવા કોર્ષને મંજૂરી આપવા પર ચેરમેન અનિકેત તલાટીએ આભાર માન્યો. કેન્દ્રીય નાણામંત્રીની ઉપસ્થિતિમાં જ તલાટીએ કહ્યું કે હાલમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના કોર્સમાં વિદ્યાર્થીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. દિનપ્રતિદિન સતત વધતી વિદ્યાર્થીઓની સંખ્યાના કારણે તેમના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો. મહત્વનું છે કે આ નિર્ણય 2024થી જ અમલમાં આવશે.

આ કાર્યક્રમમાં અનિકેત તલાટીએ વધુમાં જણાવ્યું કે દેશ અને રાજ્યના વિકાસ સાથે અમદાવાદ શહેર પણ વિકસિત થઈ રહ્યું છે. અમદાવાદમાં ICAIની દેશની મોટી બ્રાન્ચ છે. એક આંકડા મુજબ શહેરમાં 15 હજારથી વધુ CA છે. આ કાર્યક્રમમાં હાજર રહેલ નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે પહેલા ગુજરાતના લોકો સ્ટોક ઓપરેટર્સ, ટ્રેડર્સ અને CA તરીકે જ ઓળખાતા હતા. પરંતુ હવે મેન્યુફેક્ચરર તરીકે ગુજરાત કોમ્યુનિટીએ આગવી ઓળખ ઉભી કરી છે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ નિર્મલા સીતારમણ અમદાવાદની આશ્રમ રોડ પરની ITC વેલકમ હોટેલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે અત્યારે દેશમાં લોકસભા ચૂંટણીનો માહોલ છે તમામ લોકો પીએમ મોદીના નેતૃતત્વને વધુ પસંદ કરી રહ્યા છે અને મોદી સરકાર મહિલાઓ, બાળકો, સીનિયર સિટીઝન અને યુવાનોનું ધ્યાન રાખતા તમામ વર્ગને બદલવાનું કાર્ય કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પૂર્વમાં ટીડીઓના મેળાપીપણામાં ગેરકાયદે બાંધકામોનો રાફડો

આ પણ વાંચો:બેંક મેનેજરે બેંક સાથે કરી છેતરપિંડી, 15 કરોડનો દંડ અને સાત વર્ષની કેદ

આ પણ વાંચો:ક્રાઇમ કેપિટલ સુરતમાં ઓનલાઇન ટાસ્કના નામે 12 લાખનો ફ્રોડ

આ પણ વાંચો:ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી