Girsomnath News/ ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન, બાળકીને હોસ્પિટલાઇઝ કરવી પડી

ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન જોવા મળ્યું છે. વેરાવળની દર્શન પ્રાથમિક શાળાની ઘટના બની છે. પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. શિક્ષિકાએ વિદ્યાર્થીનીને એક કલાક અંગૂઠા પકડાવ્યા હતા.

Gujarat Others Breaking News

ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં શિક્ષિકાનું અમાનવીય વર્તન જોવા મળ્યું છે. વેરાવળની દર્શન પ્રાથમિક શાળાની ઘટના બની છે. પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણની વિદ્યાર્થીની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે. શિક્ષિકાએ વિદ્યાર્થીનીને એક કલાક અંગૂઠા પકડાવ્યા હતા.

સળંગ એક કલાક સુધી અંગૂઠા પકડવાના લીધે વિદ્યાર્થીનીની તબિયત લથડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આના પગલે બાળકીના પિતાએ પ્રાથમિક શાળાની શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

શાળાની આ શિક્ષિકાના વર્તનની ચોમેર ટીકા થઈ રહી છે અને ચર્ચા થઈ રહી છે. નાના બાળક સાથેનો આ વ્યવહાર ટીકાને પાત્ર છે. શાળાના આચાર્યના ધ્યાન પર પણ આ બાબત લાવવામાં આવી છે. તેની સાથે જિલ્લા શિક્ષણ અધિકારી પણ આ મુદ્દે પગલાં લે તેવી માંગ ઉઠી છે. તેની સાથે-સાથે જિલ્લા શિક્ષણ આધારી શિક્ષકો દ્વારા બાળકો સાથે કેવા પ્રકારની વર્તણૂક કરવી તેના માટેની ગાઇડલાઇન જારી કરે તેમ પણ લોકો માંગ કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના