Red Cross Society/ દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે

ભાવનગર જિલ્લાના રેડ ક્રોસ સોસાયટી શાખાના……….

Gujarat
Image 29 દેહદાન સ્વીકારવામાં આ શહેર ગુજરાતમાં મોખરે, જાણો વિગતે

Bhavnagar News: ભાવનગરમાં રેડ ક્રોસ સોસાયટી જીલ્લા શાખાએ ચક્ષુદાન અને દેહદાનની સેવામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લાખો લોકોને કિડની, લિવર, હૃદય જેવા મહત્વના અવયવોની જીવન જીવવા જરૂરિયાત રહે છે. ઓર્ગન ફેલ્યોરના કારણે વ્યક્તિ જીવન-મરણ વચ્ચે તડપતો રહે છે. ત્યારે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા 24 કલાક દરમિયાન અંગદાન સેવા ચક્ષુદાન અને દેહદાનની જેમ જ સ્વીકારવામાં આવે છે.

ભાવનગર જિલ્લાના રેડ ક્રોસ સોસાયટી શાખાના અધિકારીએ જણાવ્યું કે આ દેહદાન સ્વીકારવાની શરૂઆત વર્ષ 1968માં ભાવનગર શહેરના માનભાઈ ભટ્ટ દ્વારા દેહદાન સ્વીકારવામાં આવતું હતું ત્યારબાદ વર્ષ 1995 ની સાલમાં દ્વારા ભાવનગર રેડ ક્રોસ સોસાયટીને સુપ્રત કરવામાં આવી હતી. આ સંસ્થાનું મુખ્ય કામ દેહદાન, ચક્ષુદાન અને અંગદાન સ્વીકારવા મુખ્ય કામ છે.

સમગ્ર ભારતભરમાંથી ભાવનગર જિલ્લો એક એવો જિલ્લો છે કે જે જિલ્લામાંથી અત્યાર સુધીમાં 1,019 દેહદાન મળ્યા છે. આ રેડ ક્રોસ સોસાયટીમાં મેડિકલની ટીમ, ડોક્ટરની ટીમ સહિતની ટીમો હાલમાં કાર્યરત છે.આ ટીમ કોલ મળતાની સાથે જ ફક્ત 30 મિનિટમાં સ્થળ પર પહોંચી જાય છે. આખા ગુજરાતની કુલ મળીને 28 સરકારી અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તેમના અભ્યાસના મહાવરા માટે આ દેહદાનનો ઉપયોગ કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધતાં હજારની નજીક પહોંચવા આવ્યા કેસો

આ પણ વાંચો:ગુજરાતમાં આ બે સ્થળોએ અકસ્માત થતાં મોતની ઘટના

આ પણ વાંચો:અમદાવાદમાં દીવાલ ધરાશાયી થતાં ત્રણના મોત