હુમલો/ બંધ ઘરમાં ઘુસ્યો દીપડો, બહાર નીકળતા સ્થાનીકોમાં નાશભાગ, એક વ્યક્તિ ઘાયલ

વનવિભાગના અધિકારી બંધ મકાન પાસે ગયા ત્યારે દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો. અને તેઓ લોહીલૂહાણ બન્યા હતા. બાદમાં દીપડો ઘરમાંથી બહાર નીકળતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

Top Stories Gujarat Others
panther 2 બંધ ઘરમાં ઘુસ્યો દીપડો, બહાર નીકળતા સ્થાનીકોમાં નાશભાગ, એક વ્યક્તિ ઘાયલ

ગોંડલના ભગવતપરા વિસ્તારમાં બંધ મકાનમાં દીપડો ઘુસ્યો હતો. બંધ મકાનમાં દીપડો ઘુસ્યો હોવાની માહિતી મળતા તેને જોવા માટે માટે લોકોના ટોળા  ટોળા ઉમટી પડ્યા હતા. વન વિભાગને આ ઘટનાની જાન થતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી.

વનવિભાગના અધિકારી બંધ મકાન પાસે ગયા ત્યારે દીપડાએ તેમની ઉપર હુમલો કર્યો હતો. અને તેઓ લોહીલૂહાણ બન્યા હતા. બાદમાં દીપડો ઘરમાંથી બહાર નીકળતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિક આગેવાનો સાથે નગરપાલિકા પ્રમુખ અને સાંસદ રમેશ ધડૂક પણ સ્થળ પર પહોંચ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…