Not Set/ નીતિશના બદલાયેલા સૂર, શું BJP અને JDU છૂટાછેડા લેશે?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું BJP સાથેનું અંતર વધી રહ્યું છે. ગયા બે અઠવાડિયામાં લગભગ4 વાર નીતીશ કુમારે બીજેપીના મોટા ભાઈ જેવા વલણ પર નાખુશી જાહેર કરી છે. એવી ખબરો આવી રહી છે  કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર નીતીશ કુમારના કથિત આપમાનના કારણે જેડી(યુ)-બીજેપી ગઠબંધનમાં તિરાડ આવી રહી છે. ગઈ તા.27 મેના રોજ નીતીશ કુમાર […]

Top Stories India
નીતિશના બદલાયેલા સૂર, શું BJP અને JDU છૂટાછેડા લેશે?

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનું BJP સાથેનું અંતર વધી રહ્યું છે. ગયા બે અઠવાડિયામાં લગભગ4 વાર નીતીશ કુમારે બીજેપીના મોટા ભાઈ જેવા વલણ પર નાખુશી જાહેર કરી છે. એવી ખબરો આવી રહી છે  કે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર નીતીશ કુમારના કથિત આપમાનના કારણે જેડી(યુ)-બીજેપી ગઠબંધનમાં તિરાડ આવી રહી છે.

ગઈ તા.27 મેના રોજ નીતીશ કુમાર અને ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન(AASU)ના પ્રતિનિધિમંડળ વચ્ચે મુલાકાત થઇ હતી. આ યુનિયન મોદી સરકારના સીટીઝનશીપ બીલ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યું છે. આ બીલમાં કહેવામાં આવ્યું છે કે પાડોશી દેશોમાં રહેતા હિંદુઓને જો ધર્મના આધાર પર હેરાન કરવામાં આવે છે તો એમને ભારતમાં નાગરિકતા આપવામાં આવે. આ બીલ ભાજપ માટે રાજનીતિક રૂપ થી ખુબ સંવેદનશીલ મામલો છે.

નિતીશ કુમારે આ પ્રતિનિધિમંડળ એવો ભરોસો આપ્યો છે કે તેઓ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને આ બીલ રોકવાની માંગ કરશે. આનો મતલબ સાફ છે કે જો મોદી સરકાર સંસદમાં આ બીલ લાવે છે તો જેડી(યુ) વિરોધ કરી શકે છે.

નોટબંધીના સમર્થક રહેલા નીતીશ કુમારે ગઈ 26 મેના રોજ પહેલી વાર નોટબંધી પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે હું નોટબંધીનો પ્રબાલ સમર્થક હતો, પરંતુ એનાથી કેટલા લોકોને ફાયદો થયો? તાકાતવાળા લોકોએ રૂપિયા એક જગ્યાથી બીજી જગ્યાએ મોકલી દીધા, ગરીબો હેરાન થયા.

ત્યારબાદ જ નીતીશ કુમારને નિરાશ કરે એવી ઘટના બની ગઈ. મોદી સરકારે બિહાર સરકારને પુર રાહત માટે 1750 કરોડ રૂપિયા આપવાનું કહ્યું હતું, પરંતુ વાસ્તવમાં ફક્ત 1250 કરોડ રૂપિયા જ મળ્યા. નીતીશ કુમાર આ રાહત પેકેજથી ખુશ નથી.

નીતીશ કુમારની બહુ જૂની વિશેષ પેકેજ માટેની માંગ ફરી ઉઠી છે. 29મી મેના રોજ નીતીશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે બિહાર અને અન્ય પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવાની માંગ પર નાણા મંત્રાલયે પુનર્વિચાર કરવો જોઈએ. આ મામલો તેમણે એવા સમયે ઉખેડ્યો છે જયારે 2019ની ચુંટણી માટે વિપક્ષ એક થઈને મોદી વિરોધી મોર્ચો બનાવવાની કોશિશ કરી રહ્યા છે.

આવામાં લાગી રહ્યું છે કે નીતીશ કુમાર સુવિધાજનક બદલાવ કરવાની કોશિશ કરી રહ્યા છે, જેથી તેઓ એનડીએ અથવા એનડીએ બહારના લોકો સાથે ભાવ-તાલ કરી શકે.