Not Set/ હવે, મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળ, બાળકો રહેશે ભૂખ્યા

આજથી મધ્યાહન ભોજનના કર્મચારીઆે હડતાળ પર બેઠા છે. રાજ્યમાં જાણે આંદોલનોનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક આંદોલન થઈ રહ્યા છે. હવે રાજકોટમાં પગાર વધારો, નાસ્તા માટે અનાજનો જથ્થો અલગ ફાળવવા સહિતની માંગને લઈને કર્મચારીઆેએ સરકાર સામે બાયો ચઢાવીને હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે. તમને જણાવી દઈએ કે, આજથી મધ્યાહન ભોજનના કર્મચારીઆે હડતાળ પર […]

Top Stories Gujarat
mid day meal kids 647 030716020026 હવે, મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળ, બાળકો રહેશે ભૂખ્યા

આજથી મધ્યાહન ભોજનના કર્મચારીઆે હડતાળ પર બેઠા છે. રાજ્યમાં જાણે આંદોલનોનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક આંદોલન થઈ રહ્યા છે. હવે રાજકોટમાં પગાર વધારો, નાસ્તા માટે અનાજનો જથ્થો અલગ ફાળવવા સહિતની માંગને લઈને કર્મચારીઆેએ સરકાર સામે બાયો ચઢાવીને હડતાળ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી છે.

તમને જણાવી દઈએ કે, આજથી મધ્યાહન ભોજનના કર્મચારીઆે હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળમાં રાજ્યના મધ્યાહન ભોજનના કર્મચારી મંડળના પ્રમુખ સહિતના તમામ કર્મચારીઆે હડતાલમાં જોડાયા છે.

2016 10largeimg18 Tuesday 2016 003436209 e1537540764663 હવે, મધ્યાહન ભોજનના કર્મચારીઓની હડતાળ, બાળકો રહેશે ભૂખ્યા

તેમને પોતાની માંગોને લઈને મધ્યાહન ભોજન ના કર્મચારીઆે દ્વારા સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. આજની આ હડતાલના કારણે રાજ્યભરના લાખો બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહેશે. કર્મચારીઆે સરકારને નવા મેનુ પ્રમાણે નાસ્તાની જોગવાઈમાં અલગથી જથ્થો આપવા માગ કરી રહ્યા છે. આ સિવાય કામના કલાકો વધતા વેતનમાં વધારો કરવાની પણ માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે, મધ્યાહન ભોજન ના કર્મચારીઆેએ એક મહિના પહેલા સરકારને અિલ્ટમેટમ આપ્યું હતું. જેમાં આપેલી મુદ્દત જે શુક્રવારે પૂર્ણ થતાં અચોક્કસ મુદ્દતની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.