Not Set/ #Budget2020/ દેશમાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઇ ને દિન પ્રતિદિન આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે- અમિત ચાવડા ગુજરાત પ્રદેશ પ્રમુખ  

આજરોજ નાણામંત્રી દ્વારા 2020-21 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ના અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. દેશની સૌથી મોટી સમસ્યાઓ આર્થિક મંદી બેરોજગારી મોંઘવારી ખેડૂતોના પ્રશ્નો ને લઈને કોઈ ચોક્કસ પગલાં લેવાની વાત આ બજેટમાં જોવા નથી મળી.  રોજગારી માટેના ચોકસ પગલાંની વાત કરવામાં નથી આવી.  સાથો સાથ ટેક્સ […]

Gujarat Others
અમિત ચાવડા 1 #Budget2020/ દેશમાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઇ ને દિન પ્રતિદિન આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે- અમિત ચાવડા ગુજરાત પ્રદેશ પ્રમુખ  

આજરોજ નાણામંત્રી દ્વારા 2020-21 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ ના અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે.

દેશની સૌથી મોટી સમસ્યાઓ આર્થિક મંદી બેરોજગારી મોંઘવારી ખેડૂતોના પ્રશ્નો ને લઈને કોઈ ચોક્કસ પગલાં લેવાની વાત આ બજેટમાં જોવા નથી મળી.  રોજગારી માટેના ચોકસ પગલાંની વાત કરવામાં નથી આવી.  સાથો સાથ ટેક્સ સ્લેબના નામે લોકોને લાભ ઓછો અને જટિલ પ્રક્રિયામાં લાંબો સમય સુધી હેરાન થવાનો વારો આવવાનો છે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

દેશમાં 5 સ્માર્ટ સીટી બનાવવાની જાહેરાત થઈ પરંતુ સરકારે ગત બજેટમાં 100 સ્માર્ટ સિટી બનાવવાની વાત કરીને જાહેરાત કરી હતી એમાં કેટલું પ્રોગ્રેસ થયો એની વાત કરી હોય તો ચોક્કસ દેશના લોકો સરકાર પર વિશ્વાસ મૂકી શકતા હતા.

દેશના ખેડૂતોને 2022માં ઉત્પાદન બમણાં બજાર ભાવ આપીશું અને આર્થિક રીતે સદ્ધર બનાવવાની પણ દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે એમને દેવાના ડુંગર માંથી બહાર લાવવા માટે પણ કોઈ ચોક્કસ બદલા બજેટમાં જોવા નથી મળ્યા અને ઊલટાનું દેશમાં ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઇ ને દિન પ્રતિદિન આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યો છે એક ખેડૂત આ બજેટ થી વધારે પ્રમાણમાં નિરાશ થયો છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.