આંદોલન/ રાજ્ય સરકારની મુશ્કેલીમાં ફરી વધારો, 8 ડિસેમ્બરથી 4200 ગ્રેડ-પેની માંગણી સાથે શિક્ષકો કરશે આંદોલન 

વિશ્વભરના દેશો સાથે ભારત છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી સામેની લડાઇ લડી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની મુશ્કેલીઓ અંત આવવાનું નામ લેતી નથી. એક તરફ કોરોના સંક્રમણ બીજા તબક્કા

Gujarat
corona 41 રાજ્ય સરકારની મુશ્કેલીમાં ફરી વધારો, 8 ડિસેમ્બરથી 4200 ગ્રેડ-પેની માંગણી સાથે શિક્ષકો કરશે આંદોલન 

વિશ્વભરના દેશો સાથે ભારત છેલ્લા આઠ મહિનાથી કોરોના મહામારી સામેની લડાઇ લડી રહ્યો છે ત્યારે રાજ્ય સરકારની મુશ્કેલીઓ અંત આવવાનું નામ લેતી નથી. એક તરફ કોરોના સંક્રમણ બીજા તબક્કા તરફ આગળ વધી રહ્યું છે, કોરોનાનો હાહાકાર સરકારની નાકમાં દમ લાવી રહ્યો છે. આટલું જાણે ઓછું હોય ત્યારે હવે ગુજરાતમાં ફરીથી કોરોનાની સાથે આંદોલનના પણ બીજા તબક્કાનો દોર શરૂ થઈ રહ્યો છે.

માર્ચ મહિના પહેલા રાજ્ય સરકાર સામે મોરચો માંડનારાઓનાં આંદોલનની ભરમાર હતી, ત્યારે હવે ફરીથી રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા આંદોલનનનું રણશીંગુ ફૂંકવામાં આવી રહ્યું છે. ફરી એકવાર ગુજરાતમાં આંદોલન માટે પ્રાથમિક શિક્ષણ મહાસંઘે એલાન કરી દીધું છે.

પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી 8 ડિસેમ્બરથી પડતર પ્રશ્નોનેનું નિરાકરણ લાવવાની માગ સાથે રાજ્યના પ્રાથમિક શાળાના શિક્ષકો આંદોલન પર ઉતરશે. શિક્ષકોની પડતર રહેલ વિવિધ માંગણીઓ જેવી કે 4200 ગ્રેડ પે, હેડ ટીચરના પ્રશ્નો વગેરે મુદ્દે શિક્ષકો વારંવાર રજૂઆત કરી ચુક્યા છે જોકે,હજુ સુધી તેમની માગણીઓ સંતોષવામાં આવી નથી ત્યારે તેઓ આંદોલનનાં મંડાણ કરવા જઈ રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…