Not Set/ નકલી નોટરી કરનાર દંપતિ ઝડપાયા, 500થી વધારે દસ્તાવેજોનાં સોગંદનમાં પર કરી સહી

વડોદરા, વડોદરાની એસઓજી પોલીસે ખોટા નોટરાઇઝ દસ્તાવેજો બનાવનાર સ્ટેમ્પ વેન્ડર દંપતી દ્રારા નોટરીની ખોટી સહી કરવાના ગુનામાં નોટરી સહીત 3 આરોપીઓની ધરપકડ કરી છે એસઓજી ને બાતમી મળી હતી કે, રાવપુરા રોડ ખાતે રહેતા સ્ટેમ્પ વેન્ડર બકુલા આશિષભાઇ પટેલ, જયુબીલી બાગ સામે જયુપીટર ટાઇપ રાયટીંગ દુકાનના ઉ૫રના માળે શ્રીજી ટાઇપ સેન્ટરની ઓફીસ ધરાવી દસ્તાવેજો/ સોગંદનામા […]

Gujarat Vadodara

વડોદરા,

વડોદરાની એસઓજી પોલીસે ખોટા નોટરાઇઝ દસ્તાવેજો બનાવનાર સ્ટેમ્પ વેન્ડર દંપતી દ્રારા નોટરીની ખોટી સહી કરવાના ગુનામાં નોટરી સહીત 3 આરોપીઓની ધરપકડ કરી છે

એસઓજી ને બાતમી મળી હતી કે, રાવપુરા રોડ ખાતે રહેતા સ્ટેમ્પ વેન્ડર બકુલા આશિષભાઇ પટેલ, જયુબીલી બાગ સામે જયુપીટર ટાઇપ રાયટીંગ દુકાનના ઉ૫રના માળે શ્રીજી ટાઇપ સેન્ટરની ઓફીસ ધરાવી દસ્તાવેજો/ સોગંદનામા કરવા આવતા ગ્રાહકોને સ્ટેમ્પનું વેચાણ કરી, કોમ્પ્યુટર ઉ૫ર દસ્તાવેજો / સોગંદનામા ટાઇપ કરાવી પોતે નોટરી તરીકેની ઓળખ આપી તેના ઉ૫ર નોટરી ડી.જે.પટેલની બી ફોર મી તરીકેની સહી તથા સીકકા કરી દસ્તાવેજો નોટરાઇઝ કરી આપી ગ્રહકો સાથે છેતરપીડીં કરી રહ્યા છે.

જે બાતમીને આધારે એસઓજીના સ્ટાફે શ્રીજી ટાઇપ સેન્ટર ખાતે છટકુ ગોઠવી રેડ કરી બકુલાબેન પટેલ, આશિષભાઇ પટેલ તથા બિપીનભાઇ જશભાઇ પટેલને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પૈકી બકુલાબેન આશિષભાઇ પટેલ સ્ટેમ્પ વેન્ડરનું લાયસન્સ ધરાવે છે તેઓના પતિ આશિષભાઇ કૃષ્ણકાંત પટેલ સાથે શ્રીજી ટાઇપ સેન્ટર વાળી પોતાની દુકાનમાં ટાઇપ તેમજ સ્ટેમ્પ વેન્ડરનું કામ કરે છે.

તેઓના પતિ ટાઇપીંગ કામ કરે છે આજથી છ એક મહિના પહેલા નોટરી/ એડવોકેટ  બિપીનભાઇ જશભાઇ પટેલ દ્વારા બકુલાબેન પટેલને દસ્તાવેજો તથા સોગંદનામા ઉ૫ર બી.જે. પટેલના નામની સહી કરવાનું કહી અને એક એન્ટ્રીના રૂ.૭૮/- લેખે નકકી કરી નોટરીના સીકકા આપેલ હતા અને આજદીન સુધીમાં આવા આશરે ૪૦૦ થી ૫૦૦ દસ્તાવેજો/ સોગંદનામા ઉ૫ર બકુલાબેન પટેલે સહીઓ કરી આપેલ છે. રેડ દરમ્યાન કુલ-૩૧ રબર સ્ટેમ્પ તથા ડી.વી.આર., નોટરી રજીસ્ટરો તથા મોબાઇલ ફોન  કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.