PM Modi-Rajkot Airport/ PM મોદીએ રાજકોટમાં એરપોર્ટ અને સૌની યોજનાનું લોકાર્પણ કર્યુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023, બે દિવસના Modi-Rajkot Airport ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યારે પીએમ મોદીએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે અને સૌની યોજના લિન્ક – 3ના પેકેજ 8 અને 9નું ઉદઘાટન કર્યુ હતું.

Top Stories Gujarat
Rajkot Airport Modi PM મોદીએ રાજકોટમાં એરપોર્ટ અને સૌની યોજનાનું લોકાર્પણ કર્યુ

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 અને 28 જુલાઈ 2023, બે દિવસના Modi-Rajkot Airport ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. જ્યારે પીએમ મોદીએ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યું છે અને સૌની યોજના લિન્ક – 3ના પેકેજ 8 અને 9નું ઉદઘાટન કર્યુ હતું. આ બંને પેકેજના ઉદઘાટનથી સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારમાં સિંચાઈની સુવિધા વધુ સઘન બનશે. ઉપરાંત રાજકોટ જિલ્લાના 95 ગામના 98 હજારથી વધુ લોકોને પીવાના પાણીનો લાભ મળશે. બીજા દિવસે એટલે શુક્રવારે, 28 જુલાઈના રોજ સવારે 10:30 વાગ્યે પીએમ મોદી ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સેમિકોનઇન્ડિયા 2023નું ઉદઘાટન કરશે.

સૌરાષ્ટ્રમાં 2,000 કરોડથી વધુ યોજનાઓનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ Modi-Rajkot Airport કરી રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભામાં પધાર્યા હતા. રેસકોર્સ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 394 કરોડના ખર્ચે સંપન્ન સૌની યોજનાની લિન્ક 3ના પેકેજ પેકેજ-8 અને 9 તેમજ રાજકોટમાં રૂપિયા 129.53 કરોડના ખર્ચે કે.કે.વી. ચોક પર બનાવાયેલા સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મલ્ટિલેવલ ફ્લાયઓવર બ્રિજનું રિમોટ કંટ્રોલથી ઈ-લોકાર્પણ કર્યુ હતું.
આ ઉપરાંત રૂપિયા 41.71 કરોડના ખર્ચે સંપન્ન ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધીની 1,219 ડાયામીટરની પાણીની પાઈપલાઈન, વોર્ડ-1માં રૈયાધારમાં રૂપિયા 29.73 કરોડના ખર્ચે સંપન્ન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ-18માં કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા વોર્ડ-૬માં ગોવિંદ બાગ પાસે રૂપિયા 8.39 કરોડના ખર્ચે નિર્મિત લાઈબ્રેરીનું પણ તેઓ રિમોટથી લોકાર્પણ કરીને જનતાને સમર્પિત કર્યુ હતું.
રાજકોટના વોર્ડ નંબર-18માં, અમૃત-1 યોજના અંતર્ગત, કોઠારિયામાં 15 એમ.એલ.ડી. ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, રૂપિયા 24.72 કરોડના ખર્ચે નિર્માણ, વોર્ડ નંબર-6માં ગોવિંદ બાગ પાસે રૂપિયા 8.39 કરોડના ખર્ચે લાયબ્રેરીનું નિર્માણ Modi-Rajkot Airport જેનું 1596 ચોરસ મીટર જેવી વિશાળ જગ્યામાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત ત્રણ માળનું ભવન બનાવાયું છે તેનું લોકાર્પણ કર્યુ હતુ.

ગ્રીનફિલ્ડ એરપોર્ટને કુલ 2500 એકરમાં વિસ્તરેલુ છે
રાજકોટમાં સમગ્ર દેશમાં એર કનેક્ટિવિટીમાં સુધારો લાવવાના Modi-Rajkot Airport પ્રધાનમંત્રીના વિઝનને રાજકોટના નવા ઇન્ટરનેશનલ એરપોર્ટના વિકાસથી વેગ મળશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને કુલ 2500 એકરથી વધુ જમીન વિસ્તારમાં અને 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યું છે. નવા એરપોર્ટમાં આધુનિક ટેકનોલોજી અને ટકાઉ સુવિધાઓનો સમન્વય થયો છે. ટર્મિનલ બિલ્ડિંગ ગૃહ-4 અનુરૂપ છે (ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ) અને ન્યૂ ટર્મિનલ બિલ્ડિંગ (એનઆઇટીબી) વિવિધ સ્થાયીત્વ વિશેષતાઓથી સજ્જ છે, જેમ કે ડબલ ઇન્સ્યુલેટેડ રૂફિંગ સિસ્ટમ, સ્કાયલાઇટ્સ, એલઇડી લાઇટિંગ, લો ગેઇન ગ્લેઝિંગ વગેરે.
રાજકોટની સાંસ્કૃતિક જીવંતતાએ એરપોર્ટના ટર્મિનલની ડિઝાઇનને પ્રેરિત Modi-Rajkot Airport કરી છે અને તેમાં તેના ગતિશીલ બાહ્ય અગ્રભાગ અને ભવ્ય ઇન્ટિરિયર દ્વારા લિપપન આર્ટથી માંડીને દાંડિયા નૃત્ય સુધીના કલા સ્વરૂપોનું નિરૂપણ કરવામાં આવશે. આ એરપોર્ટ સ્થાનિક સ્થાપત્ય વારસાનું પ્રતીક બનશે અને તેમાં ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારની કલા અને નૃત્યના સ્વરૂપોના સાંસ્કૃતિક ગૌરવને પ્રતિબિંબિત કરવામાં આવશે. રાજકોટનું નવું એરપોર્ટ માત્ર રાજકોટના સ્થાનિક ઓટોમોબાઈલ ઉદ્યોગના વિકાસમાં જ યોગદાન નહીં આપે પરંતુ સમગ્ર ગુજરાતમાં વેપાર, પ્રવાસન, શિક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રોને પણ પ્રોત્સાહિત કરશે.

 

આ પણ વાંચોઃ Make In India/ ‘મેક ઈન ઈન્ડિયા’ અભિયાન સૌથી મોટું બૂસ્ટ, સેમસંગ બે ફ્લૅગશિપ સ્માર્ટફોન હવે ભારતમાં જ બનાવશે

આ પણ વાંચોઃ US Fed Reserve/ ફેડ રિઝર્વએ વ્યાજદરમાં વધારો કર્યોઃ હવે ભારતીય રિઝર્વ બેન્ક પર નજર

આ પણ વાંચોઃ જાણવા જેવું/ મિલિયન, બિલિયન, ટ્રિલિયનમાં કેટલા શૂન્ય? ‘0’ ની રમત સમજો સરળતાથી, ફરી ક્યારેય નહીં ભૂલો 

આ પણ વાંચોઃ Air India Vistara Merge/ એર ઈન્ડિયામાં નવા લુકમાં જોવા મળશે મોટી મૂછોવાળા ‘મહારાજા’, 76 વર્ષ જૂનો સંબંધ છુટશે!

આ પણ વાંચોઃ BSE Sensex Down/ ફ્લેટ કારોબારઃ સેન્સેક્સ 29 પોઈન્ટ ઘટ્યો અને નિફ્ટી 8 પોઈન્ટ વધ્યો