CM-Somnathdada/ CM ભુપેન્દ્ર પટેલે સોમનાથ જ્યોતિલિંગની વર્ચ્યુઅલી પૂજા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના વર્ચ્યુઅલ અભિષેક-પૂજનથી પોતાનો જન્‍મદિવસ મનાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ દાદા ભગવાન-ત્રિમંદિરના દર્શન બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાના રોજિંદા કામકાજની શરૂઆત કરતાં પૂર્વે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી સોમનાથ દાદાના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન-પૂજન ગાંધીનગર બેઠાં કર્યા હતા અને સોમનાથ દાદાની કૃપાથી સૌના કલ્યાણની મનોકામના કરતો સંકલ્પ પણ કર્યો હતો.

Gujarat
CM Somnathdada CM ભુપેન્દ્ર પટેલે સોમનાથ જ્યોતિલિંગની વર્ચ્યુઅલી પૂજા કરી

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલે દ્વાદશ જ્યોતિર્લિંગના CM-SomnathDada પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના વર્ચ્યુઅલ અભિષેક-પૂજનથી પોતાનો જન્‍મદિવસ મનાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ દાદા ભગવાન-ત્રિમંદિરના દર્શન બાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં પોતાના રોજિંદા કામકાજની શરૂઆત કરતાં પૂર્વે પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી સોમનાથ દાદાના વર્ચ્યુઅલ માધ્યમથી દર્શન-પૂજન ગાંધીનગર બેઠાં કર્યા હતા અને સોમનાથ દાદાની કૃપાથી સૌના કલ્યાણની મનોકામના કરતો સંકલ્પ પણ કર્યો હતો.
સોમનાથ ટ્રસ્ટનાં સેક્રેટરી અને અધિક કલેક્ટરશ્રી યોગેન્‍દ્ર દેસાઈ અને મંદિરના પૂજારીશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાત વિકાસ રાહે અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ જન્મદિવસ અવસરે પાઠવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે તેમના જન્મ દિવસ અવસરે CM-SomnathDada સવારે દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિર માં સીમંધર સ્વામી અને અન્ય દેવી દેવતાઓ ભગવાનની પૂજા અર્ચના કરીને પોતાની દિનચર્યાનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ સૌ ના મંગલ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવા સાથે ગુજરાત પર ઈશ્વર કૃપા વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી અભિલાષા પ્રગટ કરી હતી.

CM Somnathdada 1 CM ભુપેન્દ્ર પટેલે સોમનાથ જ્યોતિલિંગની વર્ચ્યુઅલી પૂજા કરી
ભાજપના કાર્યકરોએ શનિવારે લપકામણ, લીલાપુર ગામ CM-SomnathDada અને ખોડિયાર ગામમાં નોટબૂક અને ફૂડપેકેટ વિતરણ કરશે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓને ફળોનું વિતરણ, તેમના સગાઓને નિશુલ્ક ભોજન કરાવાશે. નજીકની મુક બધીર કે.એસ. ઢેઢીયા સ્કૂલ અને હાઈવે પર ભીક્ષા માંગતા બાળકોની સિગ્નલ સ્કૂલમાં બાળકોને સ્લિપર અને ફ્રુટનું વિતરણ થશે.
ઘાટલોડિયાની 103 આંગણવાડીમાં ફ્રૂટ વહેંચાશે. વૃધ્ધાશ્રામોના વડીલ વૃંદને ભોજન, વસ્ત્રાપુર અંધજનમંડળમાં ભોજન, થલતેજ સાંઈ મંદિરે ભોજનનું પણ આયોજન થયુ છે. સાંજે મેમનગર ગુરૂકુળ સ્વામિનારાણ મંદિરે મહાઆરતી થશે. તદ્ઉપરાંત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તરફથી ઘાટલોડિયાના 13 આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કેમ્પ અને થલતેજમાં ટીપી- 53ની પાણીની ટાંકી પાસે 20 હજાર વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરાયુ છે.

 

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં સીઝનનો 50 ટકા વરસાદ પડી ગયો

આ પણ વાંચોઃ CM-Bhupendrapatel Birthday/ સીએમની જન્મદિવસની પ્રાર્થનાઃ ગુજરાત વિકાસના માર્ગે સતત આગળ વધતું રહે

આ પણ વાંચોઃ Gujarat Rains/ રાજ્યમાં આગામી બેથી ત્રણ દિવસ સામાન્ય રહેશે વરસાદ

આ પણ વાંચોઃ India Win/ અશ્વિન સામે પાણી ભરતા વિન્ડીઝ બેટ્સમેનોઃ પ્રથમ ટેસ્ટ ભારત એક ઇનિંગ્સ અને 141 રને જીત્યું

આ પણ વાંચોઃ PM Visit/ ફ્રાંસથી પરત ફર્યા બાદ આજે PM મોદી UAEની કરશે મુલાકાત