Gujarat News : ગુજરાત એટીએસના અધિકારીઓએ પોરબંદરની જશ સીમામાંથી 86 કિલો હેરોઈનના જથ્થા સાથે પાકિસ્તાની ફિશીંગ બોટ ઝડપી લીધી હતી. જેમાં પાકિસ્તાનના બલુચિસ્તાનના 13 અને એક કરાંચીના શખ્સ મળીને 14 શખ્સોની ધરપકડ કરવામાં આવતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે.
પોલીસે બોટને આંતરવા કરેલા ફાયરિંગમાં બોટનો કેપ્ટન ઘાયલ થતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસ હવે આરોપીઓની ઝીણવટભરી પુછપરછ કરી રહી છે.
ગુજરાત એટીએસના એસપી કે.કે.પટેલને માહિતી મળી હતી કે પાકિસ્તાની ડ્રગ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા પાકિસ્તાનના કરાંચી બંદરેથી એક પાકિસ્તાની ફિશીંગ બોટ અલ રઝામાં કેટલાક શખ્સો ગેરકાયદે માદક પદાર્થો હેરોઈન અથવા મેથામ્ફેટામાઈનનો જથ્થો ભરીને 25 એપ્રિલની રાત્રે નીકળ્યા છે. તેઓ 26 એપ્રિલ 2024 ના રોજ પોરબંદરના આઈએમબીએલ નજીક ભારતીય જળ સીમામાં પ્રવેશવાના છે.
તે સિવાય ડ્રગ્સનો આ જથ્થો તામિલનાડુના કોઈ ભારતીય વહાણમાં તામિલનાડુના જ માણસો મારફતે શ્રીલંકાના ડ્રગ્સ માફિયાઓને ડિલીવરી કરવાના છે. આ પાકિસ્તાની બોટ તેના બોટના રેડિયો પર પોતાની કોલ સાઈન “ અલી “ના નામથી ભારતીય વહાણને તેની કોલ સાઈન “ હૈદર “નામનો પાસવર્ડ શેર કરીને આ ડ્રગ્સના જથ્થાની ભારતીય વહાણને ડિલીવરી કરવાના છે.
આ ઈન્ટેલીજન્સ માહિતીને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડ તથા એન.સી.બી (ઓપ્સ) દિલ્હી સાથે શેર કરીને જોઈન્ટ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.
સમય ઓછો હોવાથી એટીએસ અને ઈન્ડીયન કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ પોરબંદરથી 180 નોટીકલ માઈલ દૂર આઈએમબીએલ તરફ પહોંચ્યા હતા. 26 એપ્રિલના રોજ વહેલી સવારે આ શંકાસ્પદ બોટ નજરે ચઢતા જ બોટને આંતરવાનો પ્રયાસ શરૂ કરી દેવાયો હતો. દરમિયાન બોટમાં બેઠેલા શખ્સો કેટલાક શંકાસ્પદ પેકેટ્સ દરિયામાં પધરાવતા હોવાનું દેખાયું હતું. એટલું જ નહી આરોપીઓએ તેમની બોટ ઓપરેશન ટીમની બોટ જોખમી રીતે હંકારીને તેની પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.
જેને પગલે ઓપરેશન ટીમને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં પાકિસ્તાની બોટમાં બેછેલો એક શખ્સ ઘાયલ થયો હતો. બાદમાં ઓપરેશન ટીમે શંકાસ્પદ પાકિસ્તાની બોટને આંતરીને તેમા સવાર 14 શક્સોને ઝડપી લીધા હતા. જેમાં 13 બલુચિસાતાનના અને 1 કરાંચીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું.
ફાયરિંગમાં ઘાયલ થયેલા પાકિસ્તાની બોટના કેપ્ટન નઝીર હુસેનને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ બોટમાંથી ઓપરેશન ટીમના અધિકારીઓએ 78 પેકેટ્સમાં કુલ 86 કિલોગ્રામ માદક પદાર્થ મળી આવ્યો હતો. જે પોરબંદરના દરિયાકિનારે લાવવામાં આવ્યો હતો. જે પ્રાથમિક તપાસમાં હેરોઈન હોવાનું જણાતું હોવાનું અધિકારીએઓએ જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની અંદાજીત કિંમત 602 કરોડ રૂપિયા થવા જાય છે. તપાસમાં દેવભૂમિ દ્વારકા તથા જામનગર એસઓજીની પણ મદદ લેવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનના ડ્રગ્ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે. જે શ્રીલંકા પહોંચાડવાનો હતો.
આ પણ વાંચો:હવે રાહુલ ગાંધીનું રાજામહારાજાઓ પર વિવાદાસ્પદ નિવેદન
આ પણ વાંચો:હીરાની ચોરીના આરોપીને પોલીસે 33 વર્ષ પછી પકડ્યો
આ પણ વાંચો:જામનગર મહાનગરપાલિકાના SSI પર હુમલો