Not Set/ ફ્રેન્ચ સરકારે કર્યો ખુલાસો, રાફેલ સોદા માટે અમે ભારતની કંપનીની પસંદગી નથી કરી

દિલ્હી કરોડો રૂપિયાની રાફેલ લડાકુ વિમાન સોદાનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદેએ જણાવ્યું હતું કે રાફેલ સોદા માટે ભારત સરકાર તરફથી અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીના નામની ભલામણ કરવામાં આવી હતી. ઓલાંદેના આ બયાન પછી ભારતમાં ધમાસાણ મચ્યું છે. જો કે બીજી બાજુ ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિના નિવેદન પછી ખુદ ફ્રાંસની […]

Top Stories
rafel plane ફ્રેન્ચ સરકારે કર્યો ખુલાસો, રાફેલ સોદા માટે અમે ભારતની કંપનીની પસંદગી નથી કરી

દિલ્હી

કરોડો રૂપિયાની રાફેલ લડાકુ વિમાન સોદાનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદેએ જણાવ્યું હતું કે રાફેલ સોદા માટે ભારત સરકાર તરફથી અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીના નામની ભલામણ કરવામાં આવી હતી.

ઓલાંદેના આ બયાન પછી ભારતમાં ધમાસાણ મચ્યું છે.

જો કે બીજી બાજુ ફ્રાંસના પુર્વ રાષ્ટ્રપતિના નિવેદન પછી ખુદ ફ્રાંસની જ સરકારે ચોખવટ કરતાં કહ્યું છે કે રાફેલ સોદા માટે કોઇ પણ ભારતની કંપનીને ભાગીદાર બનાવવામાં નથી આવી.ફ્રાં સની કંપનીઓને આ કરાર માટે ભારતની કઇ કંપનીને ભાગીદાર બનાવવી તેની પસંદગી માટે તેમને પુરે પુરી આઝાદી આપવામાં આવી હતી.

ફ્રાંસ સરકારનું આ મહત્વપૂર્ણ સ્પષ્ટીકરણ એ અહેવાલ બાદ આવ્યું છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાન્દેએ કહ્યું હતું કે, 58,000 કરોડ રૂપિયાની રાફેલ ડીલમાં ડેસોલ્ટ એવિએશનના પાર્ટનર માટે રિલાયન્સ ડીફેન્સનું નામ ભારત સરકારે જ આપ્યું હતું અને ડેસોલ્ટ એવિએશન કંપની પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો.

બીજી બાજુ ડેસોલ્ટ એવિએશને પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેને ‘મેક ઈન ઈન્ડિયા’ અંતર્ગત રિલાયન્સ ડીફેન્સને પોતાનો ભાગીદાર પસંદ કર્યો છે. આ ભાગીદારી ફેબ્રુઆરી 2017માં ડેસોલ્ટ રિલાયંસ એરોસ્પેસ લિમિટેડ જોઈંટ વેંચર અંતર્ગત તૈયાર થઈ છે. ડેસોલ્ટ અને રિલાયંસે નાગપિરમાં ફાલ્કન અને રાફેલ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ પાર્ટ માટે પ્લાંટ સ્થાપ્યો છે.

ઓલાંદેના નિવેદન પછી કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને પોતે  બંધ બારણે દેવાળીયા અનિલ અંબાણીને રાફેલ સોદો અપાવવામાં વ્યક્તિગત રસ લીધો છે.

જો કે ઓલાંદેના નિવેદન પછી ભારતનું રાજકારણ ગરમાયું છે, ત્યાં સુધી પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ભાજપ સરકાર પર વાર કરતાં કહ્યું કે દેશની સુરક્ષાને ઉદ્યોગપતિઓના હાથમાં વેતી દીધી છે.

https://twitter.com/HardikPatel_/status/1043329534248988673