#​​Ahmedabad/ આજથી અમદાવાદમાં ઢોર પોલિસીનો ચુસ્ત અમલ થશે, લોકોને રખડતા પશુના આંતકથી મળશે મુક્તિ

આજથી અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે. તેમજ જે પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે.

Top Stories Ahmedabad Gujarat
મનીષ સોલંકી 2023 12 01T135938.854 આજથી અમદાવાદમાં ઢોર પોલિસીનો ચુસ્ત અમલ થશે, લોકોને રખડતા પશુના આંતકથી મળશે મુક્તિ

અમદાવાદમાં આજથી રખઢતા ઢોર મામલે પોલીસીનો ચુસ્ત અમલ થશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહીને પગલે લોકોને રખડતા પશુના ત્રાસમાંથી મુક્તિ મળશે. રખડતા ઢોરને લઈને અકસ્મતાની ઘટના તેમજ અનેક લોકોના મૃત્યુ બાદ હાઈકોર્ટની ટકોર થતા રખડતા ઢોર મામલે પોલિસી બનાવવામાં આવી. પરંતુ પોલીસી ફક્ત કાગળ પર રહેતા વધુ લોકો રખડતા ઢોરના આંતકનો ભોગ બન્યા. ત્યારબાદ કોર્ટે કડક વલણ અપનાવતા AMCને રખડતા ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરવાની તાકીદ કરી. આજથી અમદાવાદના રસ્તા પર રખડતા ઢોર જોવા નહિ મળે.

આજથી અમદાવાદના રસ્તા પર લાઇસન્સ વિનાના રખડતા ઢોર જોવા મળશે તો તેને જપ્ત કરવામાં આવશે. તેમજ જે પશુ માલિક પાસે હવે લાઇસન્સ નહીં હોય તો તેમના ઢોરને શહેરની બહાર ખસેડવા પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આજથી એટલે કે 1 ડિસેમ્બરથી ઢોર પોલિસીનો ચુસ્ત અમલ કરશે. ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોર મામલે રાજ્ય સરકાર, મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રની આકરી ઝાટકણી કાઢ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં રખડતા ઢોર નિયંત્રણ પોલિસીનો અમલ શરૂ કરાયો હતો. 90 દિવસ સુધી ઢોર માલિકોને પોતાના ઢોર રાખવા માટે લાઇસન્સ, પરમિટ અને રજીસ્ટ્રેશન કરાવવાનું હતું.

જાણો શું છે ઢોર પોલિસી

રખડતા ઢોરની સમસ્યા વધતા આ મામલે પોલિસી બનાવવામાં આવી. જેમાં દુધાળા પશુ રાખવા માટે ત્રણ વર્ષ માટે 500 રૂપિયા લાયસન્સ ફી, વ્યક્તિગત પશુ રાખવા માટે 250 પરમિટ ફી રાખવામાં આવી છે. તેમજ જે પશુપાલક શહેર બહારથી પશુ લાવે તો એક મહિનાની અંદર પશુ નોંધણી, આરએફડી ચીપ ટેગ, તથાલાયસન્સ-પરમિટની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. જો આમ કરાવાવમાં નહિ આવતા બે મહિના બાદ પશુ દીઠ 1000 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. આ પોલિસીમાં પશુ પાલકો પાસે પશુ રાખવાની જગ્યા ન હોય તો તેના ઢોર તત્કાલીન શહેરની હદ બહાર ખસેડી દેવા પડશે. તેમજ કોઈપણ પશુપાલક અથવા અન્ય પશુને રોડ રસ્તા પર કોઈ ઘાસચારો ખવડાવી નહી શકે. ઉપરાંત પશુઓને અપાતા ઘાસચારના વેચાણ માટે પણ લાયસન્સ લેવાનું ફરજિયાત રહેશે. તહેવાર પર અથવા વિશેષ દિવસે જે લોકો ગાયને ઘાસચારો ખવડાવવા માંગતા હોય તેમણે સિવિક સેન્ટર પર પૈસા જમા કરાવવાના રહેશે. અને આ રકમમાંથી ઘાસચારો લેવામાં આવશે. લોકો ઢોરવાડા પર જઈ ગાયને ઘાસચારો ખવડાવી શકશે.

પોલીસી અમલમાં આવ્યા બાદ જો ચાર મહિના પછી કોઈ પશુને આરએફડી ચીપ ટેગ લગાવવાની બાકી હશે અને ઢોર પકડાશે, તો તે ઢોર છોડાવી નહીં શકાય. અને ઢોરને શહેર બહાર મોકલી દેવામાં આવશે. જો કોઈ કારણસર ટેગ તૂટી જાય તો 500 રૂપિયા ચાર્જ સાથે નવો ટેગ બનાવી લેવો પડશે, સાથે દંડ, ખોરાકી ખર્ચ વગેરે વસુલ કરી પશુ છોડવામાં આવશે. એક જ માલિકના જુદા-જુદા ઢોર પકડાશે, તો પશુ કાયમી ધોરણે જપ્ત કરવાની સાથે લાયસન્સ-પરમિટ રદ કરી દેવામાં આવશે, અને ક્યારે પણ તે પશુપાલક પશુ રાખી શકશે નહી. જે પશુ રસ્તા પરથી પકડવામાં આવ્યા હોય અને તેને કોઈ છોડાવવા ન આવે તેની હરાજી કરાશે, જો કોઈ ખેડૂત લઈ જવા આવે તો તેને સાતબારનો ઉતારો અને ગામની વિગત રજુ કરશે તેને વિનામુલ્યે આપવામાં આવશે. રખડતા ઢોર મામલે તમામ જવાબદારી પશુપાલકની રહેશે, જો રખડતા ડોરથી કોઈ નાગરીકને જાન-માલનું નુકશાન થાય તો તે અંગે પશુપાલક માલિક સામે સિવિલ- ફોજદારી મુજબ વળતર, નુકશાન વસુલાત માટે કાર્યવાહી કરી શકાશે.

આ પોલિસીની લઈને માલધારી સમાજમાં પણ રોષ ફાટી નીકળ્યો હતો. માલધારી સમાજે પોલિસીમાં રહેલ ખામીઓ દૂર કરવા જણાવ્યું હતું. આ મામલે માલધારી સમાજે દેખાવો પણ કર્યા હતા. એએમસી મુજબ આજે 1 ડિસેમ્બરના રોજ લાઇસન્સ અને પરમિટ મેળવવા માટેના દિવસો પૂર્ણ થયા છે, પરંતુ અમદાવાદમાં હજારો પશુ માલિકોએ હજી સુધી લાઇસન્સ અને પરમિટ મેળવી નથી.  આજથી અમદાવાદમાં ઢોર પોલિસીનો કડક અમલ થશે.