big relief/ હાઇકોર્ટે નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને રાહત આપી

કચ્છના નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને હાઇકોર્ટે રાહત આપી છે. કચ્છમાં નાના રણમાં દબાણ અને ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની જાહેર હિતની અરજીના લીધે અગરિયાઓ ચિંતામાં મૂકાયા હતા.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2023 12 01T140112.258 હાઇકોર્ટે નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને રાહત આપી

@પ્રિયકાંત ચાવડા

પાટડીઃ કચ્છના નાના રણમાં મીઠુ પકવવાના મુદ્દે અગરિયાઓને હાઇકોર્ટે રાહત આપી છે. કચ્છમાં નાના રણમાં દબાણ અને ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાની જાહેર હિતની અરજીના લીધે અગરિયાઓ ચિંતામાં મૂકાયા હતા, પરંતુ હાઇકોર્ટે અગરિયાઓને આ મુદ્દે રાહત આપી છે. એપ્રિલ 2023માં કચ્છના નાના રણમાં દબાણ અને ગેરકાયદેસર દબાણના મુદ્દે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પછી વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગામેગામ સરવે અને સેટલમેન્ટ રિપોર્ટમાં નામ ન હોય તે તમામ અગરિયાઓ રણમાં પ્રવેશ નહીં કરી શકે તેવું જાહેર કર્યું હતું.

સર્વે અને સેટલમેન્ટ રિપોર્ટમાં મોટાભાગના પરંપરાગત અગરિયાઓનો સમાવેશ થયો ન હોવાથી અગરિયાઓએ મોટાપાયા પર સરકારમાં રજૂઆત કરી હતી. રણકાંઠાના બધા વિધાનસભ્યો અને સાંસદોની સઘન રજૂઆત પછી 4 સપ્ટેમ્બર 2023ના રોજ 10 એકર સુધી મીઠુ પકવતા અગરિયાઓનુ રજિસ્ટ્રેશન કરાવી મીઠું પકવવાની પરવાનગી આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો, એમ અગરિયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીણેશ પંડ્યાએ જણાવ્યું હતું.

અરણેજ પંડ્યાએ વિગત આપતા જણાવ્યું હતું કે પરંપરાગત અગરિયાઓના ઉત્કર્ષ માટે એકબાજુ સરકારે 300 કરોડ રૂપિયા ખર્ચી સોલર સબસિડી યોજના અમલમાં મૂકી છે. બીજી બાજુ અગરિયાઓને ગેરકાયદેસર ગણાવીને તેમને રણની બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હાલમાં તો હાઇકોર્ટે આ મુદ્દે અગરિયાઓને રાહત કરી આપી છે. તેની સાથે કોર્ટે જણાવ્યું છે કે કોઈ રજૂઆત હોય તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પિટિશન કરવામાં આવે. આમ છેલ્લા કેટલાય મહિનાઓથી અગરિયાઓ માટે આફત બનેલી આ પિટિશનના નિકાલથી નાના દસ એકર અને પરંપરાગત અગરિયાઓમાં એક નવી આશા પણ બંધાઈ છે અને તેઓને જાણે ન્યાય મળ્યો હોય તેવો વિશ્વાસ બેસ્યો છે. સાંતલપુર અને આડેસર રણ વિસ્તારમાં રણ પ્રવેશ આપવામાં આવ્યો નથી.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ