સુરત/ દિવાળી વેકેશનને લઈ સુરત પ્રાણીસંગ્રહાલયમાં 40 લાખની આવક

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં ખાતે દિવાળી વેકેશનને લઈ મુલાકાતઓનો ઘસારો જોવા મળ્યો હતો.

Gujarat Surat
પ્રાણીસંગ્રહાલયમાં

Surat News: સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા પ્રાણીસંગ્રહાલયમાં ખાતે દિવાળી વેકેશનને લઈ મુલાકાતઓનો ઘસારો જોવા મળ્યો હતો. 21 દિવસ દિવસની અંદર  1 લાખ 47હજાર જેટલા મુલાકાતઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.જેમાં પ્રાણી સંગ્રહાલયને 40 લાખ થી વધારે રૂપિયાની આવક થઈ હતી.

Untitled દિવાળી વેકેશનને લઈ સુરત પ્રાણીસંગ્રહાલયમાં 40 લાખની આવક

દિવાળી વેકેશનને લઈ સુરતમાં તમામ એકમોમાં રજા પાડી દેવામાં આવે છે. સુરતના લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા માટે જતા હોય છે. ત્યારે વેકેશન દરમિયાન સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતઓનો ઘસારો જોવા મળ્યો હતો. 9 તારીખથી લઈ અને 29 તારીખ સુધી 1 લાખ 47 હજારથી વધારે મુલાકાતઓએ સુરતના સરથાણા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લીધી હતી.જેમાં અત્યાર સુધી 40 લાખ કરતા વધારે ની આવક પ્રાણી સંગ્રહાલયને થઈ હતી મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણીસંગ્રહાલય માં દિવાળી વેકેશનને લઈ સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.

Untitled 1 દિવાળી વેકેશનને લઈ સુરત પ્રાણીસંગ્રહાલયમાં 40 લાખની આવક

સામાન્ય દિવસોમાં પ્રાણી સંગ્રહાલયમાં સોમવારે રજા રાખવામાં આવતી હોય છે,પરંતુ દિવાળી વેકેશનને લઈ એક પણ રજા મૂકવામાં આવતી નથી તેમ જ મુલાકાતઓને ટિકિટ લેવામાં વધારે લાઈનમાં ઉભવું પડે એ માટે આઠ જેટલી ટિકિટ બારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સાથે જ ઓનલાઇન બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવતા મુસાફરો મોટી સંખ્યામાં સહેલાઈથી પ્રાણી સંગ્રહાલય ખાતે આવી શકે તે માટે તૈયારી કરવામાં આવી હતી .સુરત પ્રાણી સંગ્રહાલય માં ખાસ જળ બિલાડી,સફેદ વાઘની જોડી,સિંહ સિંહણ ની જોડી ,રીંછ સહિતના પ્રાણીઓ આકર્ષણ નું કેન્દ્ર છે જેથી મોટી સંખ્યા માં લોકો પ્રાણી સંગ્રહાલય ની મુલાકાતે આવ્યા હતા.

Untitled 2 દિવાળી વેકેશનને લઈ સુરત પ્રાણીસંગ્રહાલયમાં 40 લાખની આવક

વેકેશનના 21 દિવસ દરમ્યાન 1 લાખ 47હજાર જેટલા મુલાકાતઓ એ પ્રાણી સંગ્રહાલય ની મુલાકાત લીધી હતી.દિવાળી વેકેશન દરમ્યાન ઓનલાઈન અને ઓફલાઇન ટીકીટ થકી આવેલા મુલાકાતી ઓ ને લીધે પ્રાણી સંગ્રહાલય ને કુલ 40 લાખ 99 હજાર ની આવક થઈ હતી.મહત્વનું છે કે સુરત પ્રાણી સંગ્રહાલય વિશાલ જગ્યા માં હોવાથી બાળકો તેમજ વયોવૃદ્ધ લોકો પણ પ્રાણી સંગ્રહાલય માં આવી શકે તેવી વ્યવસ્થા હોવાથી લોકો નો વધુ ઘસારો જોવા મળે છે.

@દિવ્યેશ પરમાર 


whatsapp ad White Font big size 2 4 દિવાળી વેકેશનને લઈ સુરત પ્રાણીસંગ્રહાલયમાં 40 લાખની આવક


આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ