- બનાસકાંઠા:વડગામના સલેમકોટ ગામની ઘટના
- ડ્રાઇવર વગર પિક અપ જીપ અચાનક રગડી
- દુકાન આગળ ઉભેલી જીપ રિવર્સમાં રગડી પલટી
- જીપ પર ઉભેલા ચાલક કૂદી જતા આબાદ બચાવ
- સમગ્ર ઘટના CCTVમાં કેદ
બનાસકાંઠા વડગામના સલેમકોટ ગામમાં પિક અપ જીપ અચાનક ડ્રાયવર વગર રોડ પર રગડવા લાગી હતી.રોડ પાસે આવેલી દુકાન પાસે પાર્ક કરેલી જીપ અચાનક જ જાતે રીવર્સમાં ચાલવા લાગી હતી. જોકે જીપમાં રહેલો શખ્સ જીપમાંથી કુદી પડતા તેનો આબાદ બચાવ થયો હતો.જ્યારે સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV માં કેદ થયા હતા.
CCTV માં સ્પષ્ટ જોઈ શકાય છે કે જીપ ચાલકે જીપને દુકાન આગળ પાર્ક કરી હતી. અને બાદમાં જીપની ઉપર બેસીને સામાન ઉતારી રહ્યો હતો. ત્યારે અચાનક જીપ ઢોળાવ પરથી પલટવા લાગે છે. કેટલાક લોકો રિવર્સમાં સરકતી જીપને રોકવાનો પ્રયાસ પણ કરે છે, જો કે ઢાળને કારણે જીપ રોડની સાઈડ પરથી ઉતરી જાય છે.
અમે વીડિયોમાં જોઈ શકાય છે કે વિરુદ્ધ દિશામાં આવી રહેલી ડ્રાઈવર વિનાની જીપને જોઈને રસ્તા પર આવતા વાહન પણ પરિસ્થિતિને સમજીને અટકી જાય છે. ડ્રાઈવર જીપની ઉપર છે. અને ડ્રાઈવર વિનાની જીપ રોડની બાજુમાંથી સ્લીપ થઈને રોડ પર પલટી ગઈ હતી. દરમિયાન ડ્રાઈવર જીપમાંથી કૂદીને નાસી છૂટ્યો હતો. જોકે, થોડા સમય બાદ ડ્રાઈવર વિનાની જીપ પણ ખાડામાં પલટી ગઈ હતી.
આ સમગ્ર ઘટના સલેમકોટ ગામની દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
આ પણ વાંચો:મહેસાણાના બાસણા ગામમાં યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો,મોબાઈલે ખોલ્યા રહસ્યો
આ પણ વાંચો:બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બનેલા CMના પુત્ર અનુજ પટેલને મુંબઈની હિંન્દુજા હોસ્પિટલમાં ખસેડાશે
આ પણ વાંચો:શું છે ગુજરાત દિવસનો ઇતિહાસ અને મહત્વ? ગુજરાત દિવસના ગર્ભમાં છુપાયેલી કેટલીક રસપ્રદ બાબતો જાણો!
આ પણ વાંચો:દારૂડીયાએ પોલીસને કહ્યું ધંધે લાગી જઇશ,પોલીસે એવુ કર્યું કે દારૂડીયાએ હાથ જોડયા,વાંચો….