Not Set/ કોર્પોરેશનની રીવરફ્રન્ટ ખાતે મળી બેઠક, પાણીની બોટલો, ગુટખાના પાઉચ ફેકનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદ, કોર્પોરેશનની રીવરફ્રન્ટ ખાતે બેઠક મળી હતી જેમાં રીવરફ્રન્ટની સ્વછતા પર ભાર મૂકવામાં આવ્યો. સાબરમતી નદીમાં આવતા ડ્રેનેજના પાણી માટે યોજના બનાવમાં આવી છે ત્યારે હવે રીવરફ્રન્ટની  સ્વછતા પર ભાર મુકવામા આવ્યો છે. કોર્પોરેશન દ્વારા એવુ નોટીસ કરવામા આવ્યુ છે કે, કેટલાક લોકો પાણીની બોટલો -પાઉચ તેમજ ગુટખાના પડીકા નાખી રીવરફ્રન્ટના ગાર્ડન તેમજ માર્ગ પર […]

Ahmedabad Top Stories Gujarat Trending
mantavya 7 કોર્પોરેશનની રીવરફ્રન્ટ ખાતે મળી બેઠક, પાણીની બોટલો, ગુટખાના પાઉચ ફેકનાર સામે થશે કાર્યવાહી

અમદાવાદ,

કોર્પોરેશનની રીવરફ્રન્ટ ખાતે બેઠક મળી હતી જેમાં રીવરફ્રન્ટની સ્વછતા પર ભાર મૂકવામાં આવ્યો. સાબરમતી નદીમાં આવતા ડ્રેનેજના પાણી માટે યોજના બનાવમાં આવી છે ત્યારે હવે રીવરફ્રન્ટની  સ્વછતા પર ભાર મુકવામા આવ્યો છે.

કોર્પોરેશન દ્વારા એવુ નોટીસ કરવામા આવ્યુ છે કે, કેટલાક લોકો પાણીની બોટલો -પાઉચ તેમજ ગુટખાના પડીકા નાખી રીવરફ્રન્ટના ગાર્ડન તેમજ માર્ગ પર ગંદકી કરે છે.

આવાી પ્રવૃતિ અટકે તેવા પ્રયાસ કરાશે. પાણીની બોટલો, ગુટખાના પાઉચ ફેકનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. બેટરી સંચાલિત નાનકડી બે ગાડી લેવામા આવશે જે સતત રીવરફ્ર્નટ પર ફરતી રહેશે.

કચરો જણાય ત્યાં સફાઇની કામગીરી કરશે. નદીની સફાઇ કરવા માટે એક મશીન પણ ખરીદવાની વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે રીવરફ્રન્ટ ખાતે આગામી સમયમાં વાઇબ્રન્ટ સમીટ યોજાશે. ગુજરાત બહારના મુલાકાતીઓની સંખ્યા વધશે. જેને જોતા રીવરફ્રન્ટની સ્વછતા પર ભાર મુકવામા આવ્યો.