Not Set/ CBI ધમાસાણ અંગે SCમાં પહોચ્યા ખડગે, આલોક વર્માને રજા પર ઉતારવાનો નિર્ણય દૂર કરવા કરી માંગ

નવી દિલ્હી, લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ટોચના બે અધિકારીઓ આલોક વર્માને મોદી સરકાર રજા પર મોકલી આપવામાં આવ્યા છે અને નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી ચૂકી છે, ત્યારે હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિક્કાર્જુન ખડગે સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે. મલ્લિક્કાર્જુન ખડગે દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને […]

Top Stories India Trending
kharge CBI ધમાસાણ અંગે SCમાં પહોચ્યા ખડગે, આલોક વર્માને રજા પર ઉતારવાનો નિર્ણય દૂર કરવા કરી માંગ

નવી દિલ્હી,

લાંચ કાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)ના ટોચના બે અધિકારીઓ આલોક વર્માને મોદી સરકાર રજા પર મોકલી આપવામાં આવ્યા છે અને નાગેશ્વર રાવને CBIની કમાન સોપવામાં આવી ચૂકી છે, ત્યારે હવે કેન્દ્ર સરકારના આ નિર્ણયને પડકારતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિક્કાર્જુન ખડગે સુપ્રીમ કોર્ટ પહોચ્યા છે.

મલ્લિક્કાર્જુન ખડગે દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને અવૈધ અને CBI એક્ટનું ઉલ્લંઘન બતાવ્યું છે અને દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરી છે. ખડગે દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી આ આદેશને દુરસ્ત કરવા માટે માંગ કરી છે.

લોકસભામાં કોંગ્રેસના નેતા ખડગેએ પોતાની અરજીમાં કહ્યું છે કે, કાયદામાં જણાવ્યા મુજબ CBI નિર્દેશકની નિયુક્તિ અથવા તો તેને હટાવવા અંગેનો નિર્ણય નેતા પ્રતિપક્ષ, પ્રધાનમંત્રી અને મુખ્ય ન્યાયાધીશ એમ ત્રણ સભ્યોની સમિતિ જ કરી શકે છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સેન્ટ્રલ વિજીલન્સ કમીશન (CVC) પાસે CBI નિર્દેશક વિરુધ કાર્યવાહી કરવાનો કોઈ અધિકાર નથી

સરકારના નિર્ણય અંગે ખડગેએ કહ્યું હતું કે, “CBI ચીફને રજા પર મોકલવા પહેલા તેઓની નિયુક્તિ કરનારી કમિટીની મિટિંગ બોલાવવી ખૂબ જ જરૂરી હતી. પરંતુ સરકાર દ્વારા કોઈ મિટિંગ વગર જ રાતો-રાત આલોક વર્માને અનિશ્ચિતકાળ માટે રજાઓ પર મોકલ્યા છે”.