જમ્મુ/ રાજસ્થાન અને જમ્મુમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર દેખાયા શંકાસ્પદ ડ્રોન, BSFએ કર્યું 18 રાઉન્ડ ફાયરિંગ

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સીમા સુરક્ષા દળના જવાનોએ ગઈકાલે રાત્રે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોનની હલચન જોઈ હતી.

Top Stories India
ડ્રોન

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ જમ્મુ અને રાજસ્થાનના શ્રીગંગાનગર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર નજરે પડેલા એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડ્રોનમાંથી શસ્ત્રો અથવા ડ્રગ્સ છોડવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રોન આજે વહેલી સવારે બંને જગ્યાએ જોવા મળ્યા હતા.

રાજસ્થાનમાં બોર્ડર પાસે ડ્રોન જોવા મળ્યા

બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “સીમા સુરક્ષા દળના જવાનોએ ગઈકાલે રાત્રે રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોનની હલચન જોઈ હતી. બીએસએફની પેટ્રોલિંગ ટીમે ડ્રોન પર લગભગ 18 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સર્ચ ઓપરેશન ચાલુ છે. પાકિસ્તાન હંમેશા આ વિસ્તારોમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરતું રહ્યું છે અને તે ડ્રોન દ્વારા દાણચોરી કે જાસૂસી પણ કરતું આવ્યું છે.

જમ્મુમાં પણ ડ્રોન જોવા મળ્યું

અહીંની આંતરરાષ્ટ્રીય સરહદ પર ડ્રોન નજરે પડ્યા બાદ બીએસએફ એલર્ટ થઈ ગયું છે. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફોર્સના જવાનોએ ઉડતી શંકાસ્પદ વસ્તુ પર ગોળીબાર કર્યો જ્યારે તે સવારે લગભગ 4:10 વાગ્યે અરનિયાના નાગરિક વિસ્તારમાં પ્રવેશ્યો. પ્રવક્તાએ કહ્યું, “અરનિયા વિસ્તારમાં બીએસએફના જવાનોએ સવારે 4:10 વાગ્યે એક શંકાસ્પદ ડ્રોનનો અવાજ સાંભળ્યો. સૈનિકોએ અવાજની દિશામાં ગોળીબાર કર્યો. પોલીસની મદદથી વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોનને જોયાની 10 મિનિટની અંદર બીએસએફના જવાનોએ લગભગ 18   ગોળીઓ ચલાવી હતી.

આ પણ વાંચો :મેરઠમાં પેસેન્જર ટ્રેનમાં લાગી આગ, મુસાફરોમાં ફેલાયો ફફડાટ,  જુઓ Video

આ પણ વાંચો :વારાણસીમાં PM મોદીનો જોવા મળ્યો અલગ જ અંદાજ, કાશી વિશ્વનાથમાં વગાડ્યું ‘ડમરુ’, જુઓ 

આ પણ વાંચો : દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5,921 નવા કેસ, 289 લોકોના મોત થયા

આ પણ વાંચો :મણિપુરમાં આજે બીજા અને છેલ્લા તબક્કામાં 22 બેઠકો માટે મતદાન, 92 ઉમેદવારો મેદાનમાં