Not Set/ વાવાઝોડામાં મૃતકના પરિવાર અને ઘાયલના પરિવારજનોને મળશે આટલી સહાય 

ચક્રવાત થી પ્રભાવિત તમામ રાજ્યોમાં, પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે, ઇજાગ્રસ્તોને 50-50 હજાર આપવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર અસરગ્રસ્ત લોકો સાથે સંપૂર્ણ એકતામાં છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડશે.

Top Stories India
s1 4 વાવાઝોડામાં મૃતકના પરિવાર અને ઘાયલના પરિવારજનોને મળશે આટલી સહાય 

ચક્રવાતને કારણે થયેલા નુકસાનનો હિસ્સો લેવા મોદી આજે એક દિવસીય ગુજરાત રાઉન્ડ પર ભાવનગર પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચક્રવાત “તાઉ-તે ” ને કારણે થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.  ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાની પરિસ્થિતિને લઈને અમદાવાદમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પીએમ નરેન્દ્ર મોદીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરી હતી અને ઓએનજીસી બેજ પર જવાનોને બચાવવા માટે કરવામાં આવી રહેલા કામગીરીની સમીક્ષા કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાતમાં ચક્રવાતને લીધે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 45 થઈ ગઈ છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં છથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

ચક્રવાત થી પ્રભાવિત તમામ રાજ્યોમાં, પોતાનો જીવ ગુમાવનારાઓના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. તે જ સમયે, ઇજાગ્રસ્તોને 50-50 હજાર આપવામાં આવશે. પીએમ મોદીએ આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ભારત સરકાર અસરગ્રસ્ત લોકો સાથે સંપૂર્ણ એકતામાં છે અને તેમને તમામ શક્ય સહાય પૂરી પાડશે.

PM નરેન્દ્ર મોદીએ આજે ચક્રવાત તાઉતેથી ઊભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં ઉના (ગિર – સોમનાથ), જાફરાબાદ (અમરેલી), મહુવા (ભાવનગર) અને દીવમાં ચક્રવાતથી અસર પામેલા વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો.  ત્યારબાદ તેમણે અમદાવાદમાં ગુજરાત અને દીવમાં હાથ ધરવામાં આવેલી રાહત અને પુનર્વસન માટેના પગલાંની સમીક્ષા કરવા એક બેઠકની અધ્યક્ષતા કરી હતી

તેમણે ગુજરાત રાજ્યને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા રૂ. 1,000 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી. પછી કેન્દ્ર સરકાર રાજ્યમાં કેટલી હદે નુકસાન થયું છે એનું આકલન કરવા આંતર-મંત્રીમંડળીય ટીમને મોકલશે, જેના અહેવાલને આધારે વધારે સહાયતા પ્રદાન કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે, કેન્દ્ર સરકાર આ મુશ્કેલ સમયગાળામાં રાજ્ય સરકાર સાથે સંકલન સ્થાપિત કરીને કામ કરશે, અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાગત સુવિધાઓની પુનઃસ્થાપન અને એનું પુનઃનિર્માણ કરવા માટે શક્ય તમામ સહાયતા પ્રદાન કરશે.

તોફાનને કારણે 200 થી વધુ તાલુકામાં વરસાદ પડ્યો છે

ચક્રવાતને કારણે ગીર સોમનાથ જિલ્લાના દીવ અને ઉના શહેર વચ્ચે સોમવારે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે સંપત્તિને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.  ગુજરાતમાં આવેલા ચક્રવાત તોફાનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોને ભારે નુકસાન પહોંચ્યું હતું, ઇલેક્ટ્રિક થાંભલાઓ અને ઝાડ જમીન દોસ્ત થયા હતા. અને અનેક મકાનો અને રસ્તાઓ પણ નુકસાનપહોચ્યું હતું.

ચક્રવાતી વાવાઝોડાને કારણે 200 થી વધુ તાલુકોમાં વરસાદ પડ્યો હતો. સાવચેતી રૂપે, રાજ્ય સરકારે બે લાખથી વધુ લોકોને સલામત સ્થળો પર સ્થળાંતર કરી દીધું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે તાઉ-તે મધ્યરાત્રિની આસપાસ ગુજરાતના દરિયાકાંઠે એક “ખૂબ જ તીવ્ર ચક્રવાત તોફાન સાથે અથડાયું હતું.

16000 થી વધુ મકાનોને નુકસાન – રૂપાણી

CM રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું કે 16000 થી વધુ મકાનોને નુકસાન થયું છે, 40 હજારથી વધુ વૃક્ષો અને 70 હજારથી વધુ ઇલેક્ટ્રિક પડી ગયા છે.  5951 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ રાજ્યમાં આવેલા અત્યાર સુધીના વાવાઝોડામાં સૌથી ખતરનાક ચક્રવાત કહેવાશે. વાવાઝોડાને કારણે  સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે ભારે વરસાદ જોવા મળ્યો હતો. ઓછામાં ઓછા 46 તાલુકામાં 100 મીલીમીટરથી વધુ વરસાદ થયો છે, જ્યારે 12 માં 150 થી 175 મીલીમીટર વરસાદ થયો છે.

બપોર પછી, ચક્રવાત  અમદાવાદ જિલ્લાની સરહદ ઉત્તર તરફ આગળ વધ્યું હતું. પહેલાં અને આ દરમિયાન અહીં સતત ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો ઘૂંટણ સુધી છલકાઇ ગયા હતા.