હુમલો/ છત્તીસગઢમાં નકસલી હુમલામાં ITBPના બે જવાનો શહીદ

નારાયણપુર જિલ્લામાં આઈટીબીપી કેમ્પ કાડેમેટા પાસે નક્સલી હુમલામાં આઈટીબીપી (ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) ના બે જવાનો શહીદ થયા હતા

Top Stories
નકસલી

છત્તીસગઢમાં નક્સલી હુમલાના સમાચાર આવી રહ્યા છે આ હુમલો  નારાયણપુરમાં થયો હતો, જેમાં ભારત-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP) ના બે જવાનો શહીદ થયા હતા.આ વિસ્તારમાં અવાર વાર નકસલી  હુમલા થતાં રહે છે .આઈજી પી સુંદરરાજે કહ્યું કે નારાયણપુર જિલ્લામાં આઈટીબીપી કેમ્પ કાડેમેટા પાસે નક્સલવાદી હુમલામાં આઈટીબીપી (ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ) ના બે જવાનો શહીદ થયા હતા. નક્સલવાદીઓ એક AK-47 રાઇફલ, બે બુલેટ પ્રૂફ જેકેટ અને વાયરલેસ સેટ લૂંટીને સ્થળ પરથી ભાગી ગયા હતા.

 

રવિવારે કુઆકોંડા પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ બડેગુદ્રા અને આટેપાલ ગામ માટે રવાના થઈ હતી. ત્રણ શકમંદો એટેપાલ ગામ નજીક ભાગવા લાગ્યા હતા  પોલીસે ઘેરાબંધી કરીને  તેમને પકડી  પાડયા હતા પૂછપરછ દરમિયાન, તેઓએ તેમના નામ હંગા કર્તમ, આયતા માડવી અને લાઠી કર્તમ તરીકે તેમની ઓફખ થઇ છે.

ઉલ્લેખનીય છે કે  કે ગયા મહિને સુકમામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં એક માઓવાદી માર્યો ગયો હતો. રાયપુરથી લગભગ 400 કિલોમીટર દૂર ચિન્તાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મિન્પા ગામ નજીકના જંગલમાં વહેલી સવારે એન્કાઉન્ટર થયું હતું, જ્યારે સુરક્ષા દળોની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન પર હતી.