Political/ શિક્ષણ મામલે ક્રાંતિની વાતો કરનાર કેજરીવાલનો પર્દાફાશ,દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવી નથી

કેજરીવાલ સરકાર શિક્ષણ મામલે  મોટી મોટી વાતો કરી રહી છે પરતું એક પણ નવી કોલેજ બનાવી નથી. આ અંગે આરટીઆઇ એક્ટિવસ્ટ ડો.યગ્નેશ દવેએ ખુલાસો કર્યો છે

Top Stories India
5 21 શિક્ષણ મામલે ક્રાંતિની વાતો કરનાર કેજરીવાલનો પર્દાફાશ,દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવી નથી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકારણ પણ ગરમાયું છે, આમ આદમી પાર્ટી આ વખતે રાજ્યમાં ચૂંટણી લડવાની છે તે દિલ્હીની શિક્ષા નીતિને લઇને ગુજરાતમાં પુરજોશમાં પ્રચાર કરી રહી છે.શિક્ષણ મુદ્દે ગુજરાતમાં ભાજપ સરકારે સામે પ્રહાર કરી રહી છે ત્યારે દિલ્હીમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેજરીવાલ સરકાર શિક્ષણ મામલે  મોટી મોટી વાતો કરી રહી છે પરતું એક પણ નવી કોલેજ બનાવી નથી. આ અંગે આરટીઆઇ એક્ટિવસ્ટ ડો.યગ્નેશ દવેએ ખુલાસો કર્યો છે, સરકારે રાજ્યમાં કેટલી નવી કોલેજ ખોલી છે તે અંગેની તેમણે એક આરટીઆઇ કરી હતી જેમાં જાણવા મળ્યું છે કે એક પણ નવી કોલેજ કેજરીવાલ સરકારે બનાવી નથી. આ અંગે ડો.યગ્નેશ દવેએ ટ્વિટ કરીને આ માહિતી શેર કરી છે.

 

ઉલ્લેખનીય છે કે કેજરીવાલ સરકારનો શૈક્ષણિક નીતિ મામલે પર્દાફાશ આરટીઆઇ કાર્યકરે કરી છે. દિલ્હીમાં એક પણ નવી કોલેજ બનાવી નથી.