Not Set/ અરવિંદ કેજરીવાલ આ તારીખે લેશે CM પદની શપથ, જાણો ક્યા યોજાશે સમારોહ

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. 2015 ની સફળતાને પુનરાવર્તિત કરતા, આમ આદમી પાર્ટીએ 70 માંથી 62 બેઠકો પર વિજય મેળવ્યો છે. આપ નાં કન્વીનર અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સુનિલ યાદવને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ દિલ્હીનાં મુખ્યમંત્રી […]

Top Stories India
CM Kejriwal21 અરવિંદ કેજરીવાલ આ તારીખે લેશે CM પદની શપથ, જાણો ક્યા યોજાશે સમારોહ

આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોટી જીત મેળવી છે. 2015 ની સફળતાને પુનરાવર્તિત કરતા, આમ આદમી પાર્ટીએ 70 માંથી 62 બેઠકો પર વિજય મેળવ્યો છે. આપ નાં કન્વીનર અરવિંદ કેજરીવાલે નવી દિલ્હી બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર સુનિલ યાદવને 20 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આપને જણાવી દઇએ કે, અરવિંદ કેજરીવાલ 16 ફેબ્રુઆરીએ દિલ્હીનાં મુખ્યમંત્રી પદનાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાન ખાતે યોજાશે.

અરવિંદ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીનાં સીએમ બનવા જઇ રહ્યા છે ત્યારે એવી પણ અટકળો ચાલી રહી છે કે તેમના પ્રધાન મંડળમાં કયા નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે. પાર્ટીનાં તમામ ટોચનાં નેતાઓ અને બીજા મોટા કાર્યકાળમાં મંત્રી રહેલા તમામ મોટા નામ જીત્યા છે. આતિશી માર્લેના, રાઘવ ચડ્ડા અને દિલીપ પાંડે સહિત આમ આદમી પાર્ટીનાં તમામ મોટા ચહેરાઓ ચૂંટણી જીત્યા છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની વાત કરીએ તો આપ એ આ વખતે 62 બેઠકો જીતી હતી. આ જીત પણ મોટી હતી કારણ કે ગત ચૂંટણીમાં પણ પક્ષે 67 બેઠકો પર ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આવી સ્થિતિમાં પાર્ટીએ 5 બેઠકો ગુમાવી હતી પરંતુ તેમ છતાં વિરોધી ભાજપ કંઈ ખાસ કરી શકી નહી. મત ગણતરી દરમ્યાન 25 બેઠકો પર લીડ લીધી હોવા છતાં, ભાજપ આખરે 3 બેઠકો પરથી 8 બેઠકો મેળવવામાં સફળ રહી. તેમાંથી છ સીટો ઉત્તર પૂર્વી અને પૂર્વ દિલ્હી લોકસભા મતક્ષેત્રોમાં આવે છે.

વળી 2013 સુધી દિલ્હીમાં સતત ત્રણ કાર્યકાળ સુધી સરકાર ચલાવનાર કોંગ્રેસને આ વખતે દિલ્હીનાં મતદારોએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા. પાર્ટી અને તેના સહયોગી દળનાં ઉમેદવારોને દિલ્હીની 70 માંથી 67  વિધાનસભા વિસ્તારોમાં પોતાની જામીન ગુમાવી દીધી છે. એટલે કે, દિલ્હીની માત્ર 3 બેઠકો પર જ કોંગ્રેસનાં ઉમેદવારો પોતાની જામીન બચાવી શક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.