Not Set/ ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, માસ્ક વિના નીકળતા લોકોને સંભાળવી પડશે આ જવાબદારી

માસ્ક પહેર્યા વગર જો બહાર નીકળ્યા તો સજા સ્વરૂપે મળશે આ અઘરી જવાબદારી

Top Stories Ahmedabad Gujarat
sss1 1 ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય, માસ્ક વિના નીકળતા લોકોને સંભાળવી પડશે આ જવાબદારી

માસ્ક ન પહેરવા મુદ્દે ગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય
માસ્ક વિના નીકળતા લોકોને કોમ્યુનિટી સેવાની સોપાશે જવાબદારી
આવા લોકોએ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કરવી પડશે કોમ્યુ.સેવા

છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યુ છે કે, દરેક લોકો જ્યારે બહાર નીકળે તો માસ્ક અવશ્ય પહેરે પરંતુ આપણે ક્યા આ વાતને માનીએ છીએ. પરંતુ હવે આ વાત મનાવવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો હવે માસ્ક વિના નીકળશે તેને કોમ્યુનિટી સેવાની જવાબદારી સોંપવામાં આવશે. આવા લોકોએ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સેવા કરવી પડશે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બીજીબાજુ એ લોકોમાં સોશિયલ સિસ્ટન્સ, માસ્ક વગેરેને લઈને બેદરકારી જોવા મળી રહી છે. માટે હાઈકોર્ટે માસ્ક વગર પકડાયેલા લોકો સામે કડક પગલા ભરવા માટેના આદેશ આપ્યા છે. હાઈકોર્ટના જણાવ્યા પ્રમાણે પકડાયેલા લોકોને કોવિડ કેરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે.

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે અગાઉ પણ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. જેના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં ભરવામાં આવે તેવા આદેશ કર્યા હતા. લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો હોય લોકો ગંભીરતાથી કાયદાનું પાલન કરે તે માટે હાઇકોર્ટે માસ્ક વગર ફરતા લોકો સામે કાયદા અન્વયે શસ્ત્ર ઉગામ્યું છે. તેમજ માસ્ક વિના ફરતા લોકો પાસેથી દંડની વસૂલાત ઉપરાંત આઠ દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરવાનું સૂચન કર્યું હતું આ મુદ્દે સરકારને વિચારણા કરવા માટે જણાવ્યું હતું.

જેના પગલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને માસ્ક નહીં પહેરનાર લોકોને સજા કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. માસ્ક પહેરનારા વ્યક્તિની ઉંમર, લાયકાત અને બાકીની બાબતોને ધ્યાનમાં લઈને કોવિડ સેવા માટેની યોગ્ય જવાબદારી સોપવાની રહેશે. તેમજ આવા લોકોને રોજના પાંચ થી છ કલાક કોમ્યુનિટી સર્વિસ ફરજિયાત પણે કરવી પડશે. તેમજ આ સજાનો સમયે પાંચ દિવસથી લઈને 15 દિવસ સુધીનો રાખી શકશે.રાજ્ય સરકાર આ હુકમની તાત્કાલિક અમલવારી કરાવે અને અઠવાડિયા બાદ રિપોર્ટ રજુ કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો છે.

આપને જણાવી દઇએ કે, કોરોનાની મહામારી ચાલી રહી છે, કોરોના સંક્રમણ અટકાવવા માટે સકરારે લોકડાઉન જાહેર કરવાની ફરજ પડી હતી, જે તે સમયે લોકો ઘરમાં પૂરાઇ રહેતા હતા, ત્યારબાદ કોરોનાને હળવાશથી લેવાનું શરૂ કરી દીધું હતું. તેમાંયે ખાસ કરીને દિવાળીનાં તહેવારોએ લોકો બે ફિકર થઇને ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડયા હતા, જેથી ભારે ભીડનાં કારણે અમદાવાદમાં કોરોના બેકાબુ બનતા દિન પ્રતિદિન કોરાનાનાં કેસમાં નોંધપાત્ર વધારો થવા લાગ્યો છે. તેમ છતાં લોકો બહાર નીકળી રહ્યા છે, જેથી સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે કરફયૂં લાદવાનો નિર્ણય કર્યો છે છતાં પણ આજની તારીખે અમદાવાદીઓ બહાના બતાવીને લટાર મારવા નીકળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…