Not Set/ પેટ્રિક શાનહાન બન્યા યુએસનાં નવાં રક્ષા મંત્રી, ટ્રમ્પે કર્યું જાહેર

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે રક્ષા મંત્રી જીમ મેટીસનાં સ્થાને હવે ડેપ્યુટી રક્ષા મંત્રી પેટ્રિક નવા રક્ષા મંત્રી બનશે. એક્ટિંગ પેન્ટાગોન ચીફ તરીકે તેઓ 1 જાન્યુઆરી, 2019 થી ફરજ બજાવશે. જીમ મેટીસનાં રાજીનામાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નવા રક્ષા મંત્રી ટુંક જ સમયમાં જાહેર કરી દીધા છે. જીમ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મતભેદો […]

Top Stories World Politics
AP18357610410303 પેટ્રિક શાનહાન બન્યા યુએસનાં નવાં રક્ષા મંત્રી, ટ્રમ્પે કર્યું જાહેર

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું હતું કે રક્ષા મંત્રી જીમ મેટીસનાં સ્થાને હવે ડેપ્યુટી રક્ષા મંત્રી પેટ્રિક નવા રક્ષા મંત્રી બનશે. એક્ટિંગ પેન્ટાગોન ચીફ તરીકે તેઓ 1 જાન્યુઆરી, 2019 થી ફરજ બજાવશે.

જીમ મેટીસનાં રાજીનામાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નવા રક્ષા મંત્રી ટુંક જ સમયમાં જાહેર કરી દીધા છે. જીમ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મતભેદો સર્જાયા હતા જેને કારણે એમણે રાજીનામું જાહેર કર્યું હતું. જીમ મેટીસે આપેલાં સમય કરતાં વહેલાં નવા રક્ષા મંત્રી જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે પેન્ટાગોન ચીફ મેટીસ આપેલા સમય કરતાં 2 મહિના અગાઉ પોતાનાં પદેથી વિદાય લેશે.

ટ્રમ્પે નવા રક્ષા મંત્રીના ભરપુર વખાણ કર્યા હતાં અને જણાવ્યું કે, તેઓની સિદ્ધિઓનું ખુબ લાંબુ લીસ્ટ છે. તેઓ આ પહેલાં ડેપ્યુટી ડીફેન્સ સેક્રેટરી તરીકે કામ કરી ચુક્યા છે અને બોઇંગમાં પણ ફરજ બજાવી ચુક્યા છે.