Surat/ સુરતમાં દીકરીનો જન્મદિવસ બન્યો પિતાનો મરણ દિવસ

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકે દીકરીના જન્મદિવસની ઉજવણી બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે

Top Stories Gujarat Surat
Mantavyanews 46 2 સુરતમાં દીકરીનો જન્મદિવસ બન્યો પિતાનો મરણ દિવસ

@અમિત રૂપાપરા 

Surat News: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવકે દીકરીના જન્મદિવસની ઉજવણી બાદ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

સુરતના પાંડેસરા વિસ્તારમાં મહાદેવ નગરમાં નંદલાલ બિંદ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહેતો હતો. નંદલાલની ઉંમર 36 વર્ષ હતી. તે છેલ્લા 18 વર્ષથી ડિજિટલ પ્રિન્ટિંગનું કામ કરતો હતો અને આ કામ થકી જે તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. મહત્વની વાત છે કે નંદલાલ પાંડેસરાના મહાદેવ નગરમાં ભાડાના મકાનમાં તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો.

નંદલાલે પોતાની દીકરીના જન્મદિવસની ઉજવણીમાં દારૂ પાર્ટી કરી હોવાને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં નંદલાલે પત્ની સાથે મારપીટ કરતા પત્ની પણ બેભાન થઈ ગઈ હતી અને ત્યારબાદ રોષે ભરાયેલો નંદલાલ પણ પોતાની રૂમમાં ચાલ્યો ગયો હતો અને નંદલાલે રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

આ ઘટનાની જાણ પાંડેસરા પોલીસને થતા પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને નંદલાલના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે નાની એવી વાતમાં થયેલા પતિ-પત્નીના ઝઘડા બાદ નંદલાલે આપઘાતનું પગલું ભરતા પરિવારોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ત્રણ સંતાનોએ પોતાના પિતાની છત્રછાયા પણ ગુમાવી છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર