અકસ્માત/ ભરૂચના શેરપુરા પાસે બસે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત, લોકોએ બસને સળગાવી

શેરપુરા નજીક વિફરેલા ટોળાએ બે બસોને સગળાવી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું

Top Stories Gujarat

ધંધુકાના યુવાન કિશન ભરવાડનૂ વિધર્મીઓ દ્વારા હત્યા કરી દેવામાં આવતા સમગ્ર રાજ્યમાં અરાજકતા ફેલાઇ છે અને તણાવભરી સ્થિતિ જોવા મળી રહી છે ,લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેના લીધે ગુજરાતના વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે સોમવારે સાંજે ભરૂચ પોલીસની જિલ્લાવાસીઓને શાંતિનો માહોલ જાળવી રાખી અફવાઓથી અળગા રહેવાના સૂચન વચ્ચે રાત્રે અકસ્માતમાં 1 વ્યક્તિના મોત બાદ અશાંતિની આગ ભભૂકી ઉઠી હતી. શેરપુરા નજીક વિફરેલા ટોળાએ બે બસોને સગળાવી દીધી હતી. બનાવની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને બસમાં સવાર લોકોને હેમખેમ બહાર કાઢ્યો હતો.

દહેજ બાયપાસ રોડ ઉપર ભરૂચના શેરપુરા ગામ નજીક માર્ગ પરથી પસાર થતી કોઈ કંપનીની લકઝરી બસે 55 વર્ષીય રૂસ્તમ આદમ માંચવાલાને અડફેટે લીધો હતો. અકસ્માતમાં એક બસમાંથી ઉતરી રસ્તો ક્રોસ કરી જઈ રહેલા ડ્રાઈવરનું બીજી બસથી મોત થતા રોષે ભરાયેલા સ્થાનિક લોકોના ટોળે ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા.

 ટોળાએ ચક્કાજામ કરી અકસ્માત સર્જક લકઝરી બસમાં તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી. આટલે થી જ ટોળા એ નહિ અટકી અન્ય એક લકઝરી બસમાં પણ આગ ચાંપવા સાથે અરાજકતા અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું.