@અમિત રૂપાપરા
તાઉતે વાવાઝોડા બાદ ગુજરાતના દરિયાકાંઠે વધુ એક gujarat ઉભો થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સિસ્ટમ ઉદ્ભવી છે તે 7 અને 8 જુનના રોજ વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે. 9 અને 10 તારીખે આ વાવાઝોડું દક્ષિણ ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. મહત્વની વાત છે કે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાને બાંગ્લાદેશ દ્વારા બીપોરજોય નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાના ખતરાને લઈને જિલ્લા કલેકટર દ્વારા પણ તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.

ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સુરતની તૈયારીઓ બાબતે જિલ્લા કલેકટર દ્વારા તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 9 અને 10 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું અથડાય તેવી સંભાવનાઓને લઈને તમામ મામલતદાર તેમજ પ્રાંત ઓફિસરોને સુચનાઓ આપવામાં આવી છે. વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ ફરકાવી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાની આગાહીના પગલે હવામાન વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને જે પણ માછીમારો દરિયામાં માછીમારી કરી રહ્યા છે તેમને પણ પરત આવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે, વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. 12 અને 13 જૂન સુધીમાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં ચક્રવાતનો ખતરો, સૌરાષ્ટ્ર-કચ્છમાં એલર્ટ જારી, જુઓ કેવી રીતે વધી રહ્યું છે ‘બિપરજોય’
આ પણ વાંચો:જૂનાગઢમાં આસ્થા સાથે ખેલતા એક તાંત્રિકને ખુલ્લો પડાયો, દોરા ધાગા કરતા….
આ પણ વાંચો:સુરતમાં હવે જરી આર્ટમાં પણ જોવા મળશે, યુવકે પોતાની કોઠાસૂઝથી કર્યું એવું કામ કે…
આ પણ વાંચો:અમદાવાદમાં 77 લાખના 119 આઈફોનની ચોરી, ઓફિસમાં ઘુસી કરી ચોરી
આ પણ વાંચો:હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત
