Gandhinagar News/ ઇ-નગર પોર્ટલ: ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન અંતર્ગત શહેરી નાગરિક સેવાઓ માટે એકીકૃત ડિજિટલ પ્લેટફોર્મ…

e-Nagar portal પર 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા છે અને ₹6,076 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે, જે દર્શાવે છે કે લોકો આ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી…

Gujarat Gandhinagar
e-Nagar portal,નરેન્દ્ર મોદી. નાગરિક સેવાઓ, ડિજિટલ પ્લેટફોર્મ, આવક

Gandhinagar News:  આજે ઇન્ટરનેટની વ્યાપક પહોંચ અને સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકના રોજિંદા કામો સરળતાથી પૂરા થઈ શકે છે. ઇ-નગર પોર્ટલ (e-Nagar portal) પર એકંદરે 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા અને ₹ 6,076 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે.

વર્ષ 2025–26માં ઇ-નગર પોર્ટલ (e-Nagar portal) પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા અને ₹1,031 કરોડથી વધુ આવક પ્રાપ્ત થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ઇન્ટરનેટની વ્યાપક પહોંચ અને સરકારી સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થવાથી સામાન્ય નાગરિકના રોજિંદા કામો સરળતાથી પૂરા થઈ શકે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના નેતૃત્વમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સને નવી ઊંચાઈઓ મળી રહી છે. નગરપાલિકાની વિવિધ સેવાઓ એક જ પ્લેટફોર્મ લાવવાના ઉદ્દેશથી ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા ઇ-નગર પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2025-26માં 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે.

e-Nagar portal,નરેન્દ્ર મોદી. નાગરિક સેવાઓ, ડિજિટલ પ્લેટફોર્મ, આવક

નાગરિકો માટે ટેક્સ ચૂકવણી, લાયસન્સ માટેની અરજી, લગ્ન નોંધણી, મકાનની પરવાનગી, પાણી અને ડ્રેનેજ જોડાણોનું સંચાલન જેવી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

ઉલ્લેખનીય છે કે, ઇ-નગર પોર્ટલ અંતર્ગત નાગરિકો ફરિયાદ નોંધણી, દુકાનના લાયસન્સ માટેની અરજી, લગ્નની નોંધણી, મકાનની પરવાનગી, વ્યવસાયિક ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ (Property Tax), એસ્ટેટ રેન્ટની ચૂકવણી, હૉલ બુકિંગ, મિલકત વેરો, પાણી અને ડ્રેનેજ જોડાણોનું સંચાલન વગેરે કામો ઘરેબેઠાં ઓનલાઇન કરી શકે છે. આ પોર્ટલ 24×7 ઓનલાઈન ઍક્સેસ, પેમેન્ટ માટે કાર્ડ્સ, UPI અને નેટ બૅન્કિંગ જેવા વિકલ્પો, રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, મોબાઇલ એપ્લિકેશન સપોર્ટ પ્રદાન કરે છે તેમજ નાગરિકો પ્રમાણપત્રો અને રસીદો પણ ડાઉનલોડ કરી શકે છે.

એટલું જ નહીં, નાગરિકો પોર્ટલનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકે એ માટે નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ માહિતી સરળતાથી મેળવી શકે તે માટે પોર્ટલમાં AI ચૅટબોટ (AI Chatbot)ની સુવિધા ઉમેરવામાં આવી છે. આ ઉપરાંત, ભાષિણી (Bhashini)ના સહયોગથી ઇ-નગર પોર્ટલ હવે 23 ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેના કારણે વિવિધ ભાષા બોલતા લોકો માટે તેનો ઉપયોગ વધુ સરળ બન્યો છે.

ગુજરાત સરકારના ઇ-નગર પ્રોજેક્ટ (E-nagar project, Gujarat government)ના કારણે નાગરિકો અને વહીવટીતંત્ર વચ્ચેનો સંપર્ક વધુ સરળ અને મજબૂત બન્યો છે. નાગરિકો હવે કોઈપણ જગ્યાએથી ફી, ટેક્સ અને અન્ય ચાર્જિસની ચૂકવણી કરી શકે છે, રજિસ્ટ્રેશન કરી શકે છે તેમજ પ્રમાણપત્રો ઓનલાઇન મેળવી શકે છે. આ રીતે, રાજ્ય સરકારની એકીકૃત ડિજિટલ વ્યવસ્થા (Digital System) દ્વારા નાગરિકોને તમામ સેવાઓ એક જ સ્થળે મળે છે.

વર્ષ 2025–26 દરમિયાન ઇ-નગર પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા

ઇ-નગર પોર્ટલના કારણે કાગળકામ ઘટ્યું છે, મ્યુનિસિપલ ઓફિસોમાં લાંબી લાઇનોમાં ઊભા રહેવાની સમસ્યા દૂર થઈ છે અને નાગરિક સેવાઓ વધુ ઝડપી અને પારદર્શક બની છે. વર્ષ 2025–26 દરમિયાન પોર્ટલ પર 18 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે અને ₹1,031 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. વર્ષ 2024–25માં 26 લાખ ટ્રાન્ઝેક્શન અને ₹1,522 કરોડની આવક નોંધાઈ હતી. એકંદરે, આ પ્લેટફોર્મ પર 1.24 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન (Transaction) થયા છે અને ₹6,076 કરોડથી વધુની આવક (Income) પ્રાપ્ત થઈ છે, જે દર્શાવે છે કે લોકો આ પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે તેમજ તેમનો સમય પણ બચી રહ્યો છે.


આ પણ વાંચો : કેન્દ્ર સરકારની ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં ભાગ લઈને યુવાનો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુવર્ણ તક…

આ પણ વાંચો : રાજ્ય સરકારની સંકલિત નીતિઓ અને મજબૂત અમલીકરણ દ્વારા ‘ડિજિટલ ગુજરાત’નું અભૂતપૂર્વ નિર્માણ…

આ પણ વાંચો : ગુજરાતમાં રાશન કાર્ડ માટે ‘ડિજિટલ કૂપન’ સિસ્ટમ લોન્ચ, હવે અનાજ માટે નહીં જોઈએ રોકડા