Gandhinagar News/ કેન્દ્ર સરકારની ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં ભાગ લઈને યુવાનો માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની સુવર્ણ તક…

‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’ (VB-Ji Ram Ji Youth Digital Campaign)માં શ્રેષ્ઠ લોગો બનાવનાર યુવા વિજેતાને રૂ. 50 હજારનું રોકડ ઇનામ એનાયત…

Gujarat Gandhinagar
VB-Ji Ram Ji Youth Digital Campaign, લોગો, ઇનામ, ગ્રામીણ યુવાનો

Gandhinagar News: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા દેશના ગ્રામીણ યુવાનોની શક્તિ અને સર્જનાત્મકતાને વેગ આપવા માટે ‘MY Bharat’ પોર્ટલના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’ (VB-Ji Ram Ji Youth Digital Campaign)ની જાહેરાત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિકાસ, રોજગાર સર્જન અને સ્થાનિક આજીવિકાના પ્રયાસોમાં યુવાનોને ડિજિટલ માધ્યમથી જોડી રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર બનાવવાનો છે.

‘MY Bharat’ પોર્ટલના માધ્યમથી યુવાનો ગામડાની પ્રગતિની ગાથા દેશ સમક્ષ રજૂ કરી શકશે

આ અભિયાન દ્વારા યુવાનો પોતાના ગામના વિકાસ (Village Development)ના કામો, નવીન પ્રયોગો અને પાયાના સ્તરે આવતા સકારાત્મક પરિવર્તનોને વીડિયો અને ડિઝાઇનના માધ્યમથી રજૂ કરી શકશે. 15 થી 29 વર્ષના તમામ ઉત્સાહી યુવાનો તા. 20 માર્ચ, 2026 સુધી ‘MY Bharat’ અથવા ‘MyGov’ પોર્ટલ પર જઈને ઓનલાઇન નોંધણી કરી શકશે.

VB-Ji Ram Ji Youth Digital Campaign અભિયાન અંતર્ગત આયોજિત મુખ્ય સ્પર્ધાઓ:

વીડિયો ચેલેન્જ (રીલ સ્પર્ધા, Reel Competition)

ગામમાં થયેલા વિકાસકાર્યો અથવા આજીવિકા સબંધિત 30 થી 60 સેકન્ડનો પ્રભાવશાળી શોર્ટ વીડિયો બનાવી ‘MY Bharat’ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. ફાઈલ સાઈઝ મહત્તમ 25 MB હોવી અનિવાર્ય છે.

ઓનલાઇન ક્વિઝ (Online Quiz)

‘વિકસિત ભારત – જી રામ જી એક્ટ 2025’ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર આધારિત 20 પ્રશ્નોના ઉત્તર આપીને યુવાનો આકર્ષક ડિજિટલ પ્રમાણપત્ર મેળવી શકે છે.

લોગો ડિઝાઇન સ્પર્ધા (Logo Design Competition)

લોગો ડિઝાઇન સ્પર્ધાના વિજેતાને રૂ. 50 હજારનું આકર્ષક ઇનામ અને ડિજિટલ પ્રમાણપત્ર

આ યોજનાના ઉદ્દેશોને સાર્થક કરતા શ્રેષ્ઠ લોગો બનાવનાર યુવા વિજેતાને રૂ. 50 હજારનું રોકડ ઇનામ (Prize) એનાયત કરવામાં આવશે.

આ અભિયાન માત્ર યુવાનોને ડિજિટલ પ્લેટફોર્મ (Digital Platform) પૂરું પાડશે એટલું જ નહીં, પરંતુ ગ્રામીણ ભારતની પ્રગતિને નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વધુ માહિતી માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.


આ પણ વાંચો : ગુજરાતના યુવાનો માટે મોટા સમાચાર! પંચાયત વિભાગમાં 6000થી વધુ જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો : ડિગ્રી માત્ર કારકિર્દી માટેનું સાધન ન બને, પરંતુ માનવતા અને સમાજના ઉત્કર્ષનું માધ્યમ પણ બને : રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી

આ પણ વાંચો : યુવાનોને સ્કીલ, શ્રમિકોને સ્વાસ્થ્ય! CM ભૂપેન્દ્ર પટેલે ITI માટે 40 ઇલેક્ટ્રિક કાર અને 50 ‘ધન્વંતરિ રથ’નું કર્યું લોકાર્પણ