રોડ અકસ્માત/ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, બે લોકોનાં ઘટના સ્થળે જ મોત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત, મોતવાઠવાળી પાસે એક્સપ્રેસ પર અકસ્માતટ્રકની પાછળ આઇસર ઘુસી જતા બે લોકોના મોત…

Gujarat Others
અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માત

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ- વે પર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે. જો કે ઘટનાની જાણ થતા હાઈવે પેટ્રોલિંગની ટીમ અને 108 ઘટના સ્થળે પહોંચી હતી.. અને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહેમદાવાદ તાલુકાના વાઠવાળી પાસે એકપ્રેસ હાઇવે પર ટ્રકની પાછળ આઇસર ગાડી ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે ક્લિનરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો :સાઉથ એશિયાની ઇકલી સંસ્થાના અધિકારીઓ મેયર ડૉ. પ્રદિપ ડવની શુભેચ્છા મુલાકાતે, ફન્ડેડ CapaCITIES પ્રોજેક્ટ માટે MoU સાઇન

ઘટનાની જાણ થતાં એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. હાઇવે પેટ્રોલિંગની ટીમે આઇસરમાં ફ્સાયેલા ટ્રક ડ્રાઇવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માતની જાણ થતાં મહેમદાવાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, મહેમદાવાદ તાલુકામાં પણ એક ગોઝારો અકસ્માત થયો હતો. મહેમદાવાદના સરસવણી અકલાચા રોડ પર શત્રુંડા પાટીયા પાસે આગળ ઊભેલા ફોરવીલ વાહનને ઓવરટેક કરવા જતા રીક્ષાએ બાઈકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે મહિલાઓના મોત થયા છે. જ્યારે પાંચ વ્યક્તિઓને ઇજા થતાં તેમને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી, અમદાવાદના આ વિસ્તારમાં લાગ્યા પોસ્ટરો

જેમાં તાલુકાનાં સરસવણી અકલાચા રોડ પર નવા શત્રુંડા પાટીયા નજીક પ્રાથમિક શાળા પાસેથી એક રીક્ષા નંબર જી જે 7 વી ડબલ્યુ 1015 પેસેંજર ભરીને પસાર થતી રહી હતી. તે વખતે રોડ પર એક પીક અપ વાહન ઊભું હતું રિક્ષા ચાલકે આ ફોરવ્હીલ પીકપને ઓવરટેક કરી આગળ વધતાં સામેથી આવતા મોટરસાયકલ નંબર જીજે 7 બી ઈ 12 54 સાથે રિક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. મોટરસાયકલ પર બેઠેલા એક નાના બાળક સહિત ત્રણ જણાં ફંગોળાઈ ગયા હતા.

આ પણ વાંચો :રાજય માં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી