Gujarat News/ દરભંગામાં PMના માતા પર અભદ્ર ટિપ્પણી મામલે ભાજપના સાંસદ પૂનમ માડમે આપી પ્રતિક્રિયા

આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ ભાજપે આ મુદ્દા પર આક્રમક વલણ અપનાવ્યું હતું.

Top Stories Gujarat Relationships

Gujarat News: બિહારના દરભંગામાં ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન PM નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ માતા હીરાબેન મોદી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો મામલો રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. 27 ઓગસ્ટ, 2025 ના રોજ બનેલી આ ઘટનાએ રાજકીય વાતાવરણ ગરમાવ્યું છે, જેમાં ભાજપ સાંસદ પૂનમ માડમે કોંગ્રેસ અને RJD પર પ્રહારો કર્યા છે. તેમણે આ ઘટનાને “મહિલાઓનું અપમાન” ગણાવી છે અને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવને દેશના લોકો પાસે માફી માંગવાની માંગ કરી છે.

[fvplayer id=”72″]

દરભંગામાં આયોજિત ‘મતદાર અધિકાર યાત્રા’ દરમિયાન કોંગ્રેસ અને RJD ના સંયુક્ત મંચના એક વ્યક્તિએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.આ ટિપ્પણીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, ત્યારબાદ ભાજપે આ મુદ્દા પર આક્રમક વલણ અપનાવ્યું હતું. આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે, ભાજપે તેને વિપક્ષની “ક્ષુદ્ર માનસિકતા” ગણાવી છે.

આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતા ભાજપના સાંસદ પૂનમ માડમે કહ્યું, “આ ઘટનાએ RJDઅને કોંગ્રેસની માનસિકતા ખુલ્લી પાડી છે. આ ફક્ત વડા પ્રધાન અને તેમની માતાનું અપમાન નથી, પરંતુ સમગ્ર મહિલા જાતિનું અપમાન છે.” તેમણે વધુમાં કહ્યું કે આવી ઘટનાઓ વિપક્ષના નિમ્ન સ્તરના રાજકારણને ઉજાગર કરે છે. પૂનમ માડમે માંગ કરી હતી કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને RJD નેતા તેજસ્વી યાદવ દેશના 140 કરોડ લોકો પાસે માફી માંગે. તેમણે કહ્યું, “આવી સસ્તી ટિપ્પણીઓ માટે જવાબદાર લોકોએ જાહેરમાં માફી માંગવી જોઈએ, અને ખાસ કરીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે દેશના લોકો સમક્ષ માથું નમાવવું જોઈએ.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસના 22 નેતાઓ, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, સાંસદ પૂનમ માડમે કર્યો આ મોટો દાવો

આ પણ વાંચો:ભાજપ સાંસદ પૂનમ માડમ કોરોનાની ચપેટમાં, કોંગ્રેસના આ ધારાસભ્ય પણ થયા સંક્રમિત

આ પણ વાંચો:ધારાસભ્ય રિવાબા સાથેના વિવાદ અંગે સાંસદ પૂનમબેન માડમે આપી પ્રતિક્રિયા,જાણો શું કહ્યું…