- ભાજપ સાંસદ પૂનમ માડમ થયા કોરોના સંક્રમિત
- પૂનમ માડમે ટ્વિટરના માધ્યમથી આપી માહિતી
- રિપોર્ટ પોઝિટિવ હોવાથી થયા હોમ ક્વોરંટાઇન
ગુજરાતમાં એક પછી એક નેતાઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ત્યારે આવામાં ભાજપ સાંસદ પૂનમ માડમ કોરોના સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે. આ વિશે પૂનમ માડમે ટ્વિટર દ્વારા માહિતી આપી હતી. તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરંટાઇન થયા છે.
After initial symptoms, I got myself tested and my report is Covid positive. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. Requesting all those who have come in contact with me to get tested.
— Poonamben Maadam (@PoonambenMaadam) January 19, 2022
આ પણ વાંચો :કચ્છમાં પેરાગ્લાડિંગ કરતો યુવાન પટકાયો, સેફટીના સાધનો ન હોવાથી સર્જાઈ દુર્ઘટના
- કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય કોરોના સંક્રમિત
- ધારાસભ્ય હિંમતસિંહ પટેલ થયા કોરોના સંક્રમિત
- બાપુનગરના ધારાસભ્ય છે હિંમતસિંહ
- હિંમતસિંહ પટેલ થયા હોમ આઇસોલેટ
- શહેઝાદ ખાન પઠાણના પદગ્રહણમાં રહ્યા હતા હાજર
આપને જણાવી દઈએ કે, આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય થયા કોરોના સંક્રમિત થયા છે. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ કોરોના સંક્રમિત થયા છે. હિંમતસિંહ પટેલ કોરોનાની પહેલી લહેરમાં પણ સંક્રમિત થયા હતા. શેહઝાદ ખાન પઠાણના પદગ્રહણ કાર્યક્રમમાં હિંમતસિંહ પટેલ હાજર હતા. ડોકટરની સલાહ મુજબ હિંમતસિંહ પટેલ હોમ આઇસોલેટ થયા છે. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ, પ્રતાપ દૂધાત અને અનિલ જોશીયારા કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે. આ સિવાય ભાજપના પણ કેટલાય ધારાસભ્યો અને મંત્રીઓ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 17119 કેસ નોંધાયા છે. બીજી તરફ 7883 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,66,338 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 90.61 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે 10 મોત થયા. આજે 3,17,089 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :હળવદમાં વ્યાજખોરના ત્રાસથી યુવકે ભર્યું આ પગલું, જાણો સમગ્ર વિગત
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 79600 કેસ છે. જે પૈકી 113 વેન્ટીલેટર પર છે, જ્યારે 79487 નાગરિકો સ્ટેબલ છે. 866338 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,174 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 10 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3,સુરત કોર્પોરેશનમાં 2, સુરત 3, ભાવનગર કોર્પોરેશનમાં 1, વલસાડમાં એક દર્દીનું મોત થયું છે.
આ પણ વાંચો :સુરતમાં હીરાબાગ સર્કલ પાસે ટ્રાવેલ્સ બસમાં લાગી આગ,એકનું મોત
આ પણ વાંચો :વાગરા તાલુકાના મુલેર ગામની સીમમાં ઓ.એન.જી.સી.ની ગેસ લાઈનમાં આગથી દોડધામ
આ પણ વાંચો : PM મોદી આગામી સપ્તાહે ગુજરાતના ભાજપ કાર્યકરો સાથે કરશે વર્ચ્યુઅલ ચર્ચા
