Gujarati Loksabha election 2024/ રાજ્યના સૌથી પછાત જિલ્લાના લોકોને કોઈપણ ઉમેદવાર ના ગમ્યો, સૌથી વધુ 34 હજાર NOTAમાં પડયા મત, સત્તાધારી પક્ષ અને વિપક્ષમાં ઘટ્યો વિશ્વાસ !

ગુજરાતમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો છે. ગુજરાતની જનતા ભાજપને પસંદ કરતી હોવાછતાં NOTAમાં Voteમાં વધારો થયો છે.

Top Stories Gujarat Others

ગુજરાતમાં ભાજપની મોટી જીત છતાં NOTAમાં Voteમાં વધારો થયો છે. રાજ્યમાં 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી 25 બેઠકો પર વિજય મેળવ્યો છે. ગુજરાતની જનતા ભાજપને પસંદ કરતી હોવાછતાં NOTAમાં Voteમાં વધારો થયો છે. 25 બેઠકો પર કુલ 448675 જેટલા મત NOTAમાં પડયા છે. કહી શકાય કે 2024ની ચૂંટણીમાં કુલ 4.97 કરોડ મતદારોમાંથી 4 લાખથી વધુ મતદારો એવા છે જેમણે કોઈપણ પક્ષ કે કોઈપણ ઉમેદવારને મત આપવાનું પસંદ કર્યું નથી. સુરતની એક બેઠક ચૂંટણી પહેલા જ બિનહરીફ થતા ભાજપ નેતાની જીત નિશ્ચિત થઈ હતી. આ વખતની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં થયેલ મતદાનમાં સીઆર.પાટિલે સૌથી વધુ મત પ્રાપ્ત કરવાનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. જ્યારે ગૃહમંત્રી અમિતશાહે પણ વધુ ટકાવારીથી જીત મેળવી છે. રાજ્યમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ જીત મેળવી છે છતાં તેમના વોટશેરમાં ઘટાડો થયો છે. મતદાનમાં થયેલ આ ઘટાડો મતદારોનો નિરુત્સાહ દર્શાવે છે.

રાજ્યમાં સૌથી વધુ NOTAમાં કુલ 448675 જેટલા Vote નોંધાયા. તમામ 25 બેઠકો પર આશરે 10,000 હજારથી વધુ મત નોટામાં નોંધાયા છે. જ્યારે સૌથી વધુ દાહોદ-34311, છોટા ઉદેપુર-29394, બારડોલી-24575, ભરૂચ-23151, બનાસકાંઠા-21865, સાબરકાંઠા-20143 અને ગાંધીનગર-21181માં લોકોએ વિકલ્પ તરીકે નોટા પર પસંદગી ઉતારી. રાજ્યમાં 10,000 હજારથી વધુ નોટામાં મતદાન થવું એ બહુ આશ્ચર્યની વાત કહેવાય. અમદાવાદની પૂર્વ લોકસભા બેઠક પર સૌથી ઓછા NOTAમાં મત પડ્યા. દાહોદ સિવાય મોટાભાગના વિસ્તારો વિકાસ તરીકે આગળ વધી રહ્યા છે. ત્યારે નોટામાં પડેલ મત દર્શાવે છે કે સ્થાનિક લોકોમાં આજે પણ સત્તાધારી પક્ષ અને વિપક્ષ પ્રત્યે અસંતોષ છે. સ્થાનિક લોકોમાં સત્તાધારી પક્ષની દાદાગીરી અને વિપક્ષ મજબૂત ના હોવા બાબતનો આક્રોશ NOTAના આંકડા દર્શાવે છે.

NOTA – MAHILA ADHIKAR MANCH

લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય સ્તરની વાત કરીએ તો NOTA ની તરફેણમાં સૌથી વધુ મત ઈન્દોર લોકસભા બેઠકમાં પડયા છે, જેનો આંકડો અધધ 2 લાખથી વધુ હતો. 2019 લોકસભા ચૂંટણીમાં બિહારના ગોપાલગંજ લોકસભા બેઠકના મતદારોએ NOTA ની તરફેણમાં 51,607 મત આપ્યા હતા.

જણાવી દઈએ કે 2024ની લોકસભા ચૂંટણીમાં રાજ્યમાં 59.49 ટકા મતદાન થયું હતું, જે 2019ની મતદાનની ટકાવારી કરતાં લગભગ પાંચ ટકા ઓછું હતું. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2014 અને 2019ની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે આ વખતે ભાજપની કલીનસ્વીપ પર એક મહિલાએ બ્રેક લગાવી છે. બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે 30 હજાર મતોથી ભવ્ય જીત મેળવી છે. ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠકના ભાજપનાં ઉમેદવાર ડૉ. રેખાબહેન ચૌધરી સામે પ્રચંડ જીત મેળવી. ડો.રેખાબેન ચૌધરી બનાસ ડેરીના સ્થાપકના પૌત્રી છે. તેઓ પારિવારિક સહકારી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. જ્યારે ગેનીબેન ઠાકોર બોલકાં અને આક્રમત નેતા તરીકે વધુ લોકપ્રિય બન્યા. ગેનીબેન ઠાકોર ફાયરબ્રાન્ડ નેતા તરીકે પોતાની છાપ ઉપસાવવામાં સફળ રહ્યા. તેમના આક્રમક પ્રચારે તેમને ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં સફળતા અપાવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘો આવશે

આ પણ વાંચો: અમદાવાદમાં CMની હાજરીમાં પર્યાવરણ દિવસની ઉજવણી

આ પણ વાંચો:  ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું