Not Set/ કમલનાથ સરકારે કરી રાજ્યનાં કૂતરાઓની બદલી, યાદી કરી જાહેર

મધ્ય પ્રદેશની સત્તા મેળવ્યા બાદથી જ કમલનાથ સરકાર સતત અધિકારીઓની બદલી કરી રહી છે. ઘણા ખરા અધિકારીઓને અહીથી ત્યા મોકલવામા આવી રહ્યા છે. અધિકારીઓ-કર્મચારીઓની બદલી બાદ હવે સરકારે રાજ્યનાં કૂતરાઓની પણ બદલી કરી દીધી છે. જેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આદેશ મુજબ લગભગ 46 કૂતરાઓની બદલી કરવામાં આવી છે. કૂતરાઓની સાથે-સાથે તેમના ડોગ […]

Top Stories India

મધ્ય પ્રદેશની સત્તા મેળવ્યા બાદથી જ કમલનાથ સરકાર સતત અધિકારીઓની બદલી કરી રહી છે. ઘણા ખરા અધિકારીઓને અહીથી ત્યા મોકલવામા આવી રહ્યા છે. અધિકારીઓ-કર્મચારીઓની બદલી બાદ હવે સરકારે રાજ્યનાં કૂતરાઓની પણ બદલી કરી દીધી છે. જેની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આદેશ મુજબ લગભગ 46 કૂતરાઓની બદલી કરવામાં આવી છે. કૂતરાઓની સાથે-સાથે તેમના ડોગ હૈંડલર્સની પણ બદલી કરવામાં આવી છે. જેની નવી યાદી મોડી સાંજે જાહેર કરવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, પોલીસ વિભાગમાં ડોગ હૈંડલરોની બદલી કરવામાં આવી છે. હૈંડલરોની સાથે કૂતરાઓને પણ અહીથી ત્યા કરવામાં આવી રહ્યા છે. બદલીની યાદીમાં લાંબા સમયથી મુખ્યમંત્રી નિવાસમાં સેવા આપી રહેલા ડૌગ માસ્કો, જયા અને રીમાની વિદાઈ કરતા ડફી, રેણુ અને સિકંદરને નવી પદસ્થાપના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન