પાકિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાયોએ તેના એક કાયદા હેઠળ ભારત દ્વારા તેમને અપાયેલી નાગરિકતાની ઓફરને નકારી છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાનના હિન્દુ અને શીખ સમુદાય કે જે પાકિસ્તાન માં લઘુમતી કોમ માં આવે છે તેને ભરતા દ્વારા બનાવવામાં આવેલા એક કાયદો કે જેના દ્વારા આ લઘુમતી સમાજને ભારતમાં કાયમી નાગરિકતા માંલીશાકે છે તેનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે.
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ ઓફ ઇન્ડિયા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ધાર્મિક ઉત્પીડનને લીધે હિન્દુ, શીખ, બૌદ્ધ, ખ્રિસ્તી, પારસી અને જૈન સમુદાયોના લોકો ભારતમાં આશરો લેનારા લોકોને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે. મુસ્લિમો તેમાં સામેલ ન થવાને કારણે ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.
પાકિસ્તાન હિન્દુ કાઉન્સિલના રાજા અસાર મંગલાનીએ કહ્યું હતું કે, “પાકિસ્તાનનો હિન્દુ સમુદાય સર્વાનુમતે આ બિલને નકારી કાઢે છે. તે ભારતને સાંપ્રદાયિક ધોરણે વિભાજિત કરવા સમાન છે. પાકિસ્તાનના સંપૂર્ણ હિન્દુ સમુદાય તરફથી ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક સર્વાનુમતે સંદેશ છે. એક સાચો હિન્દુ ક્યારેય આ કાયદાનું સમર્થન નહીં કરે. “
તેમણે કહ્યું કે આ કાયદો “ભારતના પોતાના બંધારણનો ભંગ કરે છે”. પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહના સેનેટના ખ્રિસ્તી સભ્ય અનવર લાલ દીને કહ્યું કે ‘આ કાયદો સમુદાયોને એકબીજા સાથે લડાવે તેવો છે. તે મૂળભૂત માનવ અધિકારની વિરુદ્ધ છે. અમે સ્પષ્ટપણે તેને નકારી કાઢીએ છીએ.
પ્રાપ્ત માહિતી મુજબ, પાકિસ્તાનમાં ખૂબ ઓછી સંખ્યામાં રહેતા શીખ સમુદાયોએ પણ આ કાયદાનો વિરોધ કર્યો છે. એક સમુદાયના નેતા ગોપાલસિંહે કહ્યું કે, “ફક્ત પાકિસ્તાની શીખ જ નહીં, ભારત સહિત દુનિયાભરના શીખ આ પગલાની નિંદા કરી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન બંનેમાં શીખ લોકો લઘુમતીમાં છે. લઘુમતી સમુદાયના સભ્ય તરીકે હું ભારતના મુસ્લિમ સમુદાયની પીડા અને ડર અનુભવી શકું છું. તે જુલમ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
