Asia Cup 2023: એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ ગઈ છે. હવે તેનું આયોજન UAE અથવા શ્રીલંકામાં થઈ શકે છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.એશિયા કપ 2023 પાકિસ્તાનમાં યોજાવાનો હતો. પરંતુ હવે ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે પહેલા જ કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. આ અંગે તાજેતરમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલની બેઠક યોજાઈ હતી, જેમાં PCBના અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. રિપોર્ટ્સ અનુસાર, હવે એશિયા કપનું આયોજન UAEમાં થઈ શકે છે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે.
પીસીબીને એશિયા કપને લઈને ઘણી આશાઓ હતી. પરંતુ હવે તમામ આશાઓ તૂટી ગઈ છે. ‘ અહેવાલ મુજબ એશિયા કપ 2023ની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. હવે ટૂર્નામેન્ટનું આયોજન UAEમાં થઈ શકે છે. આ અંગે અન્ય એક સ્થળનું નામ પણ સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે (Asia Cup 2023) આ પહેલા જય શાહે એશિયા કપ પાકિસ્તાનમાં નહિ રમાય તેવી જાહેરાત કરી હતી તેના લીધે ભારે વિવાદ પણ થયો હતો.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં, 2023 એશિયા કપની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. આ માહિતી ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે આપી છે. અગાઉના શેડ્યૂલ મુજબ 2023 એશિયા કપ પાકિસ્તાનમાં યોજાવાનો હતો, પરંતુ BCCIએ ત્યાં જવાની ના પાડી દીધી હતી.
BCCIના (Asia Cup 2023) સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહે 91મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. સાથે જ એશિયા કપ તટસ્થ સ્થળે રમાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહે કહ્યું કે એશિયા કપ 2023 તટસ્થ સ્થળે રમાશે. અમારી ટીમને પાકિસ્તાન જવાની પરવાનગી અંગે ભારત સરકાર નિર્ણય લે છે. અમે આ અંગે ટિપ્પણી કરીશું નહીં. 2023 એશિયા કપ માટે, એવું નક્કી કરવામાં આવ્યું છે કે ટુર્નામેન્ટનું આયોજન તટસ્થ સ્થળે કરવામાં આવશે.
