આ વર્ષે આવેલા વધુ વરસાદને કારણે ટામેટા અને ડુંગળી સહિતના પાકને ખૂબ ખરાબ અસર થઈ છે. જેને કારણે ભાવ સતત વધી રહ્યા છે. દેશભરમાં લસણ, આદુ, ટામેટા અને ડુંગળીના ભાવમાં વધારો જોવા મળે છે. આર્થિક મંદીના આ યુગમાં લોકોને ડબલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મોંઘવારી લોકોના ખીસા પર બેવડી લૂટ મચાવી છે. એક બાજુ તહેવારની સિઝન અને બીજી બાજુ શાકભાજીસહિત તમામ વસ્તુના આસમાને પહોચેલા ભાવ.
પરિસ્થિતિ એ છે કે છૂટકમાં લસણ 300 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે. આટલું જ નહીં, ટમેટા અને ડુંગળીના ભાવમાં પણ કોઈ નોંધપાત્ર ઘટાડો નોંધવામાં આવ્યો નથી. તો સામે લીલા શાકભાજીના ભાવ પણ આસમાને પહોચી ગયા છે.

છૂટકમાં લસણનો ભાવ પ્રતિ કિલો રૂ. 300 અને આદુનો ભાવ રૂ .120 થયો છે. લસણના વેચાણ કરનારાઓ કહે છે કે, 2010 પછી પહેલી વાર લસણ અને આદુ એટલા મોંઘા થઈ ગયા છે. ભાવમાં વધારાને કારણે માલ પણ ઓછો વેચાઇ રહ્યો છે. ફેબ્રુઆરી સુધી લસણ અને આદુના ભાવ ઘટશે નહીં.

60-70 રૂપિયા પ્રતિ કિલો ટામેટાં અને ડુંગળી વેચાઇ રહી છે
જથ્થાબંધ બજારમાં ડુંગળી અને ટામેટાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. જોકે, ડુંગળી અને ટામેટાં હજી છૂટકમાં 60-70 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યા છે. ધાણા અને ફુદીનાના ભાવ પણ પ્રતિ કિલો 300 રૂપિયા પર પહોંચી ગયા છે. જો આ તમામ માં વિકલ્પ તરીકે કોઈ શાકભાજી ઉપલબ્ધ છે, તો તે રીંગણ છે અને બટાટા 20 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાય છે.
નિષ્ણાંતોના મતે વરસાદને કારણે ટામેટા અને ડુંગળીના પાક પણ ખૂબ ખરાબ થઈ ગયા છે, જેના કારણે ભાવ સતત વધી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
