Amreli News : ગીર વિસ્તારમાં માલધારી (Maldhari)તરીકે માન્યતા મેળવવાના મામલે ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. લોકગાયક Rajbha Gadhviને માલધારી તરીકે મંજૂરી મળ્યાના મુદ્દે વર્ષોથી અરજી કરીને રાહ જોતા અનેક માલધારીઓમાં અસંતોષ ફેલાયો છે.
માહિતી મુજબ, ગીર વિસ્તારમાં 50થી વધુ માલધારી (Maldhari)ઓની અરજીઓ હજુ સુધી તંત્ર પાસે પેન્ડિંગ છે. અરજદારોનો આક્ષેપ છે કે તેઓએ 1970 પહેલાંના ત્રણ વર્ષના માલધારી જીવનના પુરાવા રજૂ કર્યા હોવા છતાં હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

સ્થાનિક માલધારીઓનું કહેવું છે કે વર્ષોથી નિયમોનું પાલન કરીને દસ્તાવેજો સબમિટ કર્યા બાદ પણ તેમની ફાઇલો આગળ વધી રહી નથી, જ્યારે કેટલાક લોકોને ઝડપથી મંજૂરી મળતાં પ્રશ્નો ઊભા થયા છે.
માલધારી સમાજ (maldhari Community)માં ચર્ચા છે કે ગીરના પરંપરાગત વસવાટ અને જીવનશૈલીને આધારે યોગ્ય અરજદારોને સમયસર ન્યાય મળવો જોઈએ. અરજદારો હવે સમગ્ર પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા અને બાકી અરજીઓનો વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે.
આ મુદ્દે તંત્ર તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવવાની રાહ જોવામાં આવી રહી છે. ગીર વિસ્તારમાં માલધારી હક્કો અને મંજૂરી પ્રક્રિયા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
