Junagadh News : જુનાગઢમાં માલધારી સમાજના અગ્રણીએ દવા પી લેતા ચકચાર મચી છે. તેમણે ગૌચરની જમીન ખુલ્લી કરવાની માંગણી કરી હતી. જેમાં વિસાવદરના કાલસારી ગામમાં દબાણ થયું છે. જેને લઈને ગત તા.7 થી માલધારીઓ આંદોલન કરી રહ્યા છે. તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા તેમણે આ પગલુ ભર્યું હતું.
જેમાં તેમણે ઉપવાસી છાવણીમાં દવા પી લીધી હતી. તેમણે તાલુકા પંચાયતના પટાગણમાં દવા પીધી હતી. જેને પગલે માલધારી જાગા દેવશી મેવાડાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:મહીસાગરમાં 8 વર્ષના બાળકનું શ્વાન કરડવાથી મોત
આ પણ વાંચો:મહીસાગરમાં લાઉડસ્પીકર વગાડી સુપ્રીમ કોર્ટના આદેશ ભંગ કરવા બદલ પોલીસનું એકશન
આ પણ વાંચો:મહીસાગર જિલ્લાના અનેક ગામોમાં ‘નલ સે જલ’ ફક્ત કાગળ પર: કોંગ્રેસ

