Gujarat News/ ખેડૂતો માટે ડીઝલ પર મોટો નિર્ણય

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ડીઝલ (Diesel) વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે અને ગેરવપરાશ અટકે તે માટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

Top Stories Gujarat
ખેડૂતો માટે ડીઝલ (Diesel) વિતરણ અંગે પુરવઠા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

Gujarat News : ખેડૂતો માટે ડીઝલ (Diesel) વિતરણ અંગે પુરવઠા વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા નિયમો અનુસાર હવે ખેડૂતોને મર્યાદિત માત્રામાં જ ડીઝલ આપવામાં આવશે. આ નિર્ણય બાદ ખેડૂતોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

હવે માત્ર 200 લીટર સુધી જ મળશે ડીઝલ

નવા નિયમો મુજબ ખેડૂતોને વાહન અને બેરલમાં મળતું ડીઝલ (Diesel)હવે માત્ર 200 લીટર સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. અગાઉ કેટલીક જગ્યાએ વધારે માત્રામાં ડીઝલ વિતરણ થતું હતું, પરંતુ હવે નિયમોને કડક બનાવવામાં આવ્યા છે.

ટ્રેક્ટર અને પંપસેટ માટે લાગુ પડશે નિયમ

સરકાર દ્વારા જાહેર કરાયેલા નિયમો ટ્રેક્ટર અને પંપસેટ માટે પણ લાગુ પડશે. ખેડૂતોને ખેતીના ઉપયોગ માટે જરૂરી ડીઝલ તો મળશે, પરંતુ નક્કી કરેલી મર્યાદાથી વધુ ડીઝલ આપવામાં નહીં આવે.

પુરવઠા વિભાગનો મહત્વનો નિર્ણય

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે ડીઝલ (Diesel) વિતરણમાં પારદર્શિતા જળવાઈ રહે અને ગેરવપરાશ અટકે તે માટે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. અધિકારીઓને પણ નિયમોનું કડક પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.

ગેરવપરાશ અટકાવવાનો પ્રયાસ

ડીઝલના સંગ્રહ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ખાસ કરીને ખેતીના નામે વધારાનું ડીઝલ ખરીદીને અન્યત્ર વેચાણ થતું હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખીને નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

ખેડૂતોમાં મિશ્ર પ્રતિસાદ

આ નિર્ણયને લઈને કેટલાક ખેડૂતો (Farmers)સરકારના પગલાને યોગ્ય ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક ખેડૂતોનું કહેવું છે કે ખેતીના સીઝનમાં વધારે ડીઝલની જરૂરિયાત રહેતી હોવાથી મર્યાદા મુશ્કેલી ઉભી કરી શકે છે.


આ પણ વાંચો : પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ સપ્લાયનું મોનીટરીંગ

આ પણ વાંચો : રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની વ્યવસ્થા અંગેની સમીક્ષા બેઠક યોજાઇ…

આ પણ વાંચો : રાજકોટમાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા મામલે ફરિયાદ નોંધાઈ