Politics/ અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા RSS ચીફ ભાગવત, આવી અટકળો થઇ વેહતી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવત મંગળવારે સવારે બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા મુંબઈ પહોંચ્યા છે. ભાગવત અને મિથુનની આ બેઠક સાથે તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ બજાર ફરી ગરમાયું છે.

Top Stories India
a 186 અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા પહોંચ્યા RSS ચીફ ભાગવત, આવી અટકળો થઇ વેહતી

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવત મંગળવારે સવારે બોલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તીને મળવા મુંબઈ પહોંચ્યા છે. ભાગવત અને મિથુનની આ બેઠક સાથે તેમના ભાજપમાં જોડાવાની અટકળોએ બજાર ફરી ગરમાયું છે. આ પહેલા ઓક્ટોબર 2019 માં ભાગવત મિથુનને મળ્યા હતા.

મિથુન ઓક્ટોબર 2019 માં નાગપુરમાં આરએસએસ ઓફિસ પણ ગયા હતા, ત્યારબાદ તેમના ભાજપમાં જોડાવાના સમાચાર સામે આવ્યા હતા. તેમણે સંઘ તરફથી સ્થાપક ડો. હેડગેવારની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યા અને મોહન ભાગવતને પણ મળ્યા. મિથુન ચક્રવર્તીને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) દ્વારા પશ્ચિમ બંગાળથી રાજ્યસભા મોકલવામાં આવ્યા હતા. જો કે, ગૃહમાંથી સતત ગેરહાજર રહેવાને કારણે મિથુને ખુદ રાજ્યસભા સભ્યપદથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી, મિથુન ભાજપ સાથે નિકટતા વધવાના સમાચાર સામે આવતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપ હવે બંગાળમાં મિથુન ચક્રવર્તીને તેનો ઉમેદવાર બનાવવા માંગે છે.

આપને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા મિથુન ચક્રવર્તી તેમની એક વેબ સિરીઝના શૂટિંગ માટે મસૂરીમાં ગયા હતા. મસૂરીમાં શૂટિંગ દરમિયાન તેમની તબિયત પણ બગડી હતી જેના પગલે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે તાજેતરમાં ફ્લોરા સૈની, માનવ કૌલ, મકરંદ દેશપાંડે અને કૃષ્ણ ગૌતમની અપોજિટ રામ ગોપાલ વર્મા નિર્દેશિત હિન્દી ફિલ્મ ’12 ઓ ક્લોક’માં જોવા મળ્યા હતા. મિથુન વિવેક અગ્નિહોત્રી દિગ્દર્શિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં પલ્લવી જોશી, અનુપમ ખેર અને પુનીત ઇસારની અપોજિટ  નજરે પડશે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ