Politics/ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીની સારવાર મુદ્દે ઉઠાવ્યા સવાલ

દેશમાં કોરોનાવાયરસનાં કારણે સ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. ત્યારે આ સમયે આપણા દેશની હેલ્થ સિસ્ટમે જવાબ આપી દીધો છે. કોરોનાની બીજી લહેર એક એટલી મોટી મુસિબત બનીને સામે આવી છે…..

Top Stories India
123 124 રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીની સારવાર મુદ્દે ઉઠાવ્યા સવાલ
  • રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કર્યુ ટ્વિટ
  • 108 એમ્યુ.માં આવેલ દર્દીની સારવાર મુદ્દે સવાલ
  • 108માં આવતા દર્દી-બીજા દર્દી વચ્ચે ભેદ ન હોવો જોઇએ
  • કોઇપણ વાહનમાં આવેલ વ્યકિતને સારવાર મળે
  • દાખલ કરવા મુદ્દે પરિમલ નથવાણીનાં સવાલ
  • દર્દીને દાખલ કરવા મુદ્દે ઉઠાવ્યા સવાલ

દેશમાં કોરોનાવાયરસનાં કારણે સ્થિતિ કફોડી બનતી જઇ રહી છે. ત્યારે આ સમયે આપણા દેશની હેલ્થ સિસ્ટમે જવાબ આપી દીધો છે. કોરોનાની બીજી લહેર એક એટલી મોટી મુસિબત બનીને સામે આવી છે જેને જોઇને સરકાર અને સરકારની કોરોનાને પહોંચી વળવાની તૈયારીઓની પોલ ખોલી દીધી છે. આ સમયે હોસ્પિટલમાં દર્દીઓ માટે બેડ્સ નથી, ઓક્સિજન સિલિન્ડર નથી, ત્યારે આ ખરાબ સ્થિતિને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સને લઇને ઘણા વિવાદો ઉભા થયા છે. જેને લઇને રાજ્યસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યો છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીની સારવાર મુદ્દે સવાલો ઉભા કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ છે કે, હોસ્પિટલો દર્દીઓથી છલકાઇ રહી છે અને તેઓ તેમની સેવા આપવા માટે તેમના સ્તરે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તેઓએ દર્દીની ટીકાને પ્રવેશ માપદંડ તરીકે ધ્યાનમાં લેવું જોઈએ અને દર્દી 108 એમ્બ્યુલન્સ અથવા અન્ય કોઈ વાહન દ્વારા આવ્યા હોય કે નહીં તે તફાવત ન રાખવો જોઈએ.

https://twitter.com/mpparimal/status/1386587424231346176?s=20

ઉલ્લેખનીય છે કે, આ મુદ્દે આજે ગુજરાતનાં વડગામનાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખ્યો હતો. જીગ્નેશ મેવાણીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોનાનાં દર્દીઓને 108 સિવાયનાં વાહનોમાંથી પણ ભરતી કરવામાં આવે, દર્દીને 108 સિવાય હોસ્પિટલમાં ભરતી ન કરાતા સ્થિતિ કફોડી બની છે. સાથે સાથે એમ પણ જણાવ્યું છે કે, 108 સિવાયનાં દર્દીઓને હોસ્પિટલમાં બેડ આપવા વિનંતી પણ કરી છે.

Untitled 43 રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીની સારવાર મુદ્દે ઉઠાવ્યા સવાલ