Not Set/ 6 વર્ષના માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોરમાર, વાલી પહોંચ્યા પોલીસ સ્ટેશન

બનાસકાંઠા અવારનવાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોની હવસના શિકાર કે ક્યારેક તેમની મારના શિકાર બનતા હોય છે. ત્યારે વધુ એક માસુમ વિદ્યાર્થી પર એક શિક્ષકે ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ધાનેરામાં મોટામેડા ગામમાં ધોરણ 1માં અભ્યાસ કરતો 6 વર્ષના વિદ્યાર્થીને શિક્ષકની ઢોરમારનો શિકાર બન્યો હતો. આ માસુમ વિદ્યાર્થીને શિક્ષકે નાની અમથી વાતમાં ઢોર […]

Top Stories
mar 6 વર્ષના માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોરમાર, વાલી પહોંચ્યા પોલીસ સ્ટેશન

બનાસકાંઠા

અવારનવાર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ શિક્ષકોની હવસના શિકાર કે ક્યારેક તેમની મારના શિકાર બનતા હોય છે. ત્યારે વધુ એક માસુમ વિદ્યાર્થી પર એક શિક્ષકે ઢોરમાર મારવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠાના ધાનેરામાં મોટામેડા ગામમાં ધોરણ 1માં અભ્યાસ કરતો 6 વર્ષના વિદ્યાર્થીને શિક્ષકની ઢોરમારનો શિકાર બન્યો હતો.

marr 6 વર્ષના માસૂમ વિદ્યાર્થીને શિક્ષકે માર્યો ઢોરમાર, વાલી પહોંચ્યા પોલીસ સ્ટેશન

આ માસુમ વિદ્યાર્થીને શિક્ષકે નાની અમથી વાતમાં ઢોર માર માર્યો હતો. ત્યારે આ મામલે વિદ્યાર્થીના વાલીને જાણ થતાં. વાલી તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને શિક્ષક વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસ દ્રારા શિક્ષક વિરુદ્વ યોગ્ય કાર્યવાહી થાય તેવી વાલીની માંગ છે..આ મામલે આખી ઘટનાની તપાસ પોલીસ દ્રારા હાલ કરવામાં આવી છે.