Loksabha Election 2024/ ભાજપે પક્ષપલટુને આપી તક, હેમંત સોરેનના ભાભી સીતા સોરેનનું પાંચમી યાદીમાં નામ સામેલ

ભાજપે હેમંત સોરેનના ભાભી સીતા સોરેનની આપી ટિકિટ. રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે.

Top Stories India Politics
Beginners guide to 2024 03 25T130948.719 ભાજપે પક્ષપલટુને આપી તક, હેમંત સોરેનના ભાભી સીતા સોરેનનું પાંચમી યાદીમાં નામ સામેલ

ભાજપે હેમંત સોરેનના ભાભી સીતા સોરેનની આપી ટિકિટ. રવિવારે ભાજપે લોકસભા ચૂંટણી માટેના ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે અનેક દિગ્ગજ અને અનુભવી નેતાઓના પત્તા કાપ્યા છે. જ્યારે પક્ષપલટુ અને ફિલ્મી સિતારાઓને ટિકિટ આપી છે.  ભાજપે પક્ષપલટો કરીને આવેલ સીતા સોરેનને ઝારખંડની લોકસભા સીટ પરથી પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે.  ભાજપે તેમને દુમકાથી ટિકિટ આપી છે. જણાવી દઈએ કે સીતા સોરેનનું નામ એટલા માટે ખાસ છે કારણ કે તે ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની ભાભી હોવા સાથે જામાથી ધારાસભ્ય પણ છે. તેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.

પક્ષપલટુઓને ફળી BJP

BJP જાહેર કરેલ પાંચમી યાદીમાં 37 સાંસદોને ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો છે. જેમાં ઉત્તર પ્રદેશમાં નવ, ગુજરાતમાં પાંચ, ઓડિશામાં ચાર અને બિહાર, કર્ણાટક અને ઝારખંડમાં ત્રણ-ત્રણ વર્તમાન સાંસદો છે. સીતા સોરેન, તાપસ રોય અને એન કિરણ કુમાર રેડ્ડી સહિત અન્ય પક્ષો છોડીને ભાજપમાં સામેલ થયેલા ઘણા નેતાઓને પણ ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નવીન જિંદાલને કુરુક્ષેત્રથી અને જિતિન પ્રસાદને પીલીભીતથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

કોણ છે સીતા સોરેન

સીતા મુર્મુ ઉર્ફે સીતા સોરેન JMM ચીફ શિબુ સોરેનની વહુ અને દિવંગત દુર્ગા સોરેનની પત્ની છે. સીતા સોરેન 2009માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની ચૂંટણી પછી, તેઓ ઝારખંડ મુક્તિ મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત થયા. 2014 માં, તે આ જ મતદારક્ષેત્રથી ઝારખંડ વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા. 2019 માં, તેઓ ઝારખંડની જામા વિધાનસભા બેઠક પરથી ત્રીજી વખત ધારાસભ્ય બન્યા.  સીતા ઝારખંડ મુક્તિ મોરચાની નેતા રહી ચુકી છે અને ઝારખંડની જામા સીટથી ધારાસભ્ય છે. તેણી પર 2012ની રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે પૈસા લેવાનો આરોપ હતો અને તે સાત મહિના સુધી જેલમાં રહી હતી. ત્યારથી તે જામીન પર બહાર છે. 19 માર્ચ, 2024 ના રોજ, સીતા સોરેને પક્ષ તરફથી સતત અવગણનાને ટાંકીને JMMના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું.

ભાજપ ઉમેદવારોના નામ કર્યા જાહેર

ઉલ્લેખનીય છે કે ભાજપે અત્યાર સુધી 291 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, હરિયાણા, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, કેરળ અને તેલંગાણા સહિતના અન્ય રાજ્યોના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ભોજપુરી ગાયક પવન સિંહ સહિત જાહેર કરાયેલા ત્રણ ઉમેદવારોએ વિવાદ બાદ પોતાના નામ પાછા ખેંચી લીધા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને નીતિન ગડકરી સહિતના અગ્રણી પક્ષોના નામોની અગાઉની યાદીમાં જાહેરાત થઈ ચૂકી છે અને તે બધા તેમના વર્તમાન મતવિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી વીકે સિંહના સ્થાને ગાઝિયાબાદથી સ્થાનિક ધારાસભ્ય અતુલ ગર્ગને ટિકિટ આપી છે, જ્યારે બિહારના બક્સરથી કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની ટિકિટ રદ કરીને તેમના સ્થાને મિથિલેશ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પીલીભીતથી વર્તમાન સાંસદ વરુણ ગાંધીની ટિકિટ કાપ્યા બાદ તેમના સ્થાને રાજ્ય સરકારના મંત્રી જિતિન પ્રસાદને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેમની માતા મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે. ઓડિશાના સંબલપુરથી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને સંબલપુરથી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. તેઓ 2019માં આ બેઠક પરથી ચૂંટણી હારી ગયા હતા.  ભાજપે કર્ણાટકના છ વખતના સાંસદ અનંત કુમાર હેગડેને ટિકિટ આપી ન હતી, જેમની બંધારણ પરની તાજેતરની ટિપ્પણીએ મોટો રાજકીય વિવાદ ઉભો કર્યો હતો.

કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્ર વાયનાડથી રાહુલ ગાંધી ચૂંટણી લડશે. સંદેશખાલી પીડિતોમાંથી એક રેખા પાત્રાને પશ્ચિમ બંગાળના બસીરહાટથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહને બેગુસરાયથી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને પટના સાહિબથી ટિકિટ મળી છે.  વરુણ ગાંધીને આ વખતે પીલીભીતથી ટિકિટ મળી નથી. તેમની માતા મેનકા ગાંધીને સુલતાનપુરથી ડોપાપા ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અતુલ ગર્ગે ગાઝિયાબાદમાં બે વખત સાંસદ વીકે સિંહનું સ્થાન લીધું છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ભાભી સીતા સોરેનને દુમકાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તેણે થોડા દિવસ પહેલા જ ઝારખંડ મુક્તિ મોરચો છોડી દીધો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર

આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….