Not Set/ ગુજરાતનો યક્ષ પ્રશ્ન..!! ખાડામાં ગયેલા રોડ, જનજનનો એક જ અવાજ, રોડ-રસ્તાને ભ્રષ્ટાચાર ખાઈ ગયો…

ગુજરાતનાં દરેક જીલ્લામાં અત્યારે એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે. અને તે છે રોડ અને રસ્તાના બાંધકામમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર. ગુજરાતમાં ચાલૂસલે પડેલા વરસાદે આખાયે ગુજરાતનાં રસ્તા જે મોદી રાજમાં ( જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા) લોકો વખાણતાં નોહતા થાકતા તે જ રોડ અને રસ્તાની હાલત છેલ્લા કેટલાક વર્ષોમાં દિનપ્રતિદિન કથળતી જઇ રહી છે એ તેમાંય આ […]

Top Stories Gujarat Others
દહેજ ગુજરાતનો યક્ષ પ્રશ્ન..!! ખાડામાં ગયેલા રોડ, જનજનનો એક જ અવાજ, રોડ-રસ્તાને ભ્રષ્ટાચાર ખાઈ ગયો...

ગુજરાતનાં દરેક જીલ્લામાં અત્યારે એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે. અને તે છે રોડ અને રસ્તાના બાંધકામમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર. ગુજરાતમાં ચાલૂસલે પડેલા વરસાદે આખાયે ગુજરાતનાં રસ્તા જે મોદી રાજમાં ( જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા) લોકો વખાણતાં નોહતા થાકતા તે જ રોડ અને રસ્તાની હાલત છેલ્લા કેટલાક વર્ષોમાં દિનપ્રતિદિન કથળતી જઇ રહી છે એ તેમાંય આ વરસાદે તો રોડ અને રસ્તા ઉપર હાહાકાર મચાવી દીધો છે. રોજેરોજ દરેક જિલ્લા કે શહેરમાં થી રોડ અને રસ્તા ની ફરિયાદ જોવા મળે જ છે.

છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી ભરૂચથી દહેજના રોડની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. જેને લઈને ત્યાંના ટ્રાન્સપોટરો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી. જેને લઈને દહેજના લોકલ ટ્રાન્સપોટર જય માતાજી એશોસીએશન દ્વારા 200 જેટલી ટ્રકો ને રોકીને આંદોલન કરવામા આવ્યું હતું . તમામ ટ્રક ચાલકો અને એસોસિશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે, દહેજ થી ભરૂચ અને બીજા અન્ય રોડ નું કામ વહેલી તકે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

d1 1 ગુજરાતનો યક્ષ પ્રશ્ન..!! ખાડામાં ગયેલા રોડ, જનજનનો એક જ અવાજ, રોડ-રસ્તાને ભ્રષ્ટાચાર ખાઈ ગયો...

ઉલ્લેખનિય છે કે ભરૂચથી દહેજના રોડ પર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમોના વાહનો પસાર થાય છે એવામાં રોડ રસ્તાની ખરાબ હાલતના કારણે ટ્રકોને વધુ પડતુ્ં નુકશાન થઈ રહ્યું છે

છેલ્લા 5 મહિના કરતા વધુ સમયથી ભરૂચ થી દહેજના ના રોડ ની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે, કરોડોના ટર્ન ઓવર ધરાવતા આ રોડ પર દહેજ ઔદ્યોગિક એકમો નાવાહન પસાર થાય છે. એવામાં ટ્રકો ને વધુ પડતું  નુકશાન થઈ રહ્યું છે. તો સાથે સાથે સમય પર સામાન નું વહન કરવું અત્યંત મુશ્કેલ બની રહ્યું છે,  જેનાથી ત્રસ્ત થઈ ને દહેજના લોકલ ટ્રાન્સપોર્ટ એસોસિશન જય માતાજી એશોસીએશન દ્વારા 200 જેટલી ટ્રકો ને રોકી ને આંદોલન કરવામા આવ્યું છે.  તમામ ટ્રક ચાલકો અને એસોસિશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે દહેજ થી ભરૂચ અને બીજા અન્ય રોડ નું કામ વહેલી તકે કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.