Not Set/ ચરોતરમાં વધી રહેલા કોરોના કહેરને હરાવવા માટે આણંદ જિલ્લા કલેકટરે એક મોટી અપીલ

ચરોતરમાં વધી રહેલા કોરોના કહેરને હરાવવા માટે આણંદ જિલ્લા કલેકટરે એક મોટી અપીલ કરી હતી કે  આવતીકાલથી લઈને આગામી ૩૦ એપ્રિલ સુધી સંપૂર્ણ આણંદ જિલ્લામાં સાંજના પાંચ વાગ્યા બાદ લોકોએ પોતાના ધંધા રોજગાર બંદ રાખવા માટે મોટી અપીલ કરી છે. જોકે, કલેક્ટરે આ મામલે અગાઉ આદેશ બહાર પાડીને આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું જોકે આ […]

Gujarat
corona in india 2 ચરોતરમાં વધી રહેલા કોરોના કહેરને હરાવવા માટે આણંદ જિલ્લા કલેકટરે એક મોટી અપીલ

ચરોતરમાં વધી રહેલા કોરોના કહેરને હરાવવા માટે આણંદ જિલ્લા કલેકટરે એક મોટી અપીલ કરી હતી કે  આવતીકાલથી લઈને આગામી ૩૦ એપ્રિલ સુધી સંપૂર્ણ આણંદ જિલ્લામાં સાંજના પાંચ વાગ્યા બાદ લોકોએ પોતાના ધંધા રોજગાર બંદ રાખવા માટે મોટી અપીલ કરી છે.

જોકે, કલેક્ટરે આ મામલે અગાઉ આદેશ બહાર પાડીને આંશિક લોકડાઉન જાહેર કર્યું હતું જોકે આ નિર્ણયને પાછું લીધું છે અને આવતીકાલથી આણંદ જિલ્લામાં કોઈ પણ જાતનું કર્ફ્યુના સમયમાં બદલાવ નહિ આવે તેમજ કોઈ પણ જાતનું લોક ડાઉન લાગુ નહિ થાય તેવી ઘોષણા કરવામાં આવી છે.

કલેક્ટરએ નિર્ણયના અંદર કરેલા ફેરફારને લઈને આણંદ જિલ્લાના સ્થાનિકોમાં તે અંગેની ભારે ચર્ચાઓ ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી આણંદ જિલ્લામાં રોજના ૩૦ થી ૪૦ જેટલા પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે. જેના કારણે સમગ્ર જિલ્લામાં લોકોની અંદર ભારે ફફડાટ ફેલાઈ ગયું છે.