Not Set/ લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસે પકડીને તેનું સરઘસ કાઢ્યું

રાજકોટમાં લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસ પકડવામાં પોલીસને સફળતા મળી છે. જો કે પોલીસે આ આરોપીને પકડીને તેનું સરઘસ કાઢ્યું હતું અને લોકોની માફી મંગાવી હતી મળતી માહિતી મુજબ આ આરોપી શહેરના મવડી વિસ્તારમાં રહેતા રહીશોને હેરાન- પરેશના કરતો હતો. અને અડધી રાત્રે દારૂ પીને  લોકોના દરવાજા ખખડાવતો હતો. જેને લઇને અહીં વસનારા સ્થાનિકો […]

Gujarat
rjtttttt લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસે પકડીને તેનું સરઘસ કાઢ્યું

રાજકોટમાં લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસ પકડવામાં પોલીસને સફળતા મળી છે. જો કે પોલીસે આ આરોપીને પકડીને તેનું સરઘસ કાઢ્યું હતું અને લોકોની માફી મંગાવી હતી મળતી માહિતી મુજબ આ આરોપી શહેરના મવડી વિસ્તારમાં રહેતા રહીશોને હેરાન- પરેશના કરતો હતો. અને અડધી રાત્રે દારૂ પીને  લોકોના દરવાજા ખખડાવતો હતો.

rjt d લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસે પકડીને તેનું સરઘસ કાઢ્યું

જેને લઇને અહીં વસનારા સ્થાનિકો તેનાથી ત્રાસી ગયા હતા. બાદમાં સ્થાનિકોએ આ રીઢા ગુનેગાર વિરુ્દ્ઘ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે આ ગુનેગારને તેના વિરુદ્ઘ ફરિયાદ થઇ હોવાનું માલૂમ થતાં તે ભાગી ગયો હતો..પરંતું કહેવાય છે કે પોલીસના પંજામાંથી આરોપી ગમે ત્યારે તો પકડાઇ જાય છે.

rjtttt લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસે પકડીને તેનું સરઘસ કાઢ્યું

તેવી જ રીતે પોલીસે આ આરોપીને જંગલેશ્વર વિસ્તાર માંથી પકડી પાડ્યો હતો. મહત્વનું છે કે આ આરોપીને અનેક ગુનામાં સંડોવાયેલો છે. થોડાક સમય અગાઉ જ હત્યાના ગુનામાં કોર્ટે આ હેમંત નામના આરોપીને 10 વર્ષની સજા ફટકરી હતી.

rjtt લુ્ખ્ખાગીરી કરતાં એક રીઢા ગુનેગારને પોલીસે પકડીને તેનું સરઘસ કાઢ્યું

હાલ વચગાળાના જામીન પર તેને મુ્ક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ ફરી એક વાર આ આરોપીએ ગુનાહિત કૃત્ય કરતાં પોલીસને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ખાસ વાત તો એ છે કે આ હેમંત ચાવડા નામનો આરોપી કુખ્યાત સાગરનો સાગરીત છે.